પાટણ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) આજે સમી ખાતે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ. પાટણ શહેરના પી.આર પરમાર હાઈસ્કુલ, શ્રી સમી માધ્યમિક હાઈસ્કૂલ, મોડેલ સ્કૂલ અને કન્યા શાળા ખાતે ચાર કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી.
પી.આર પરમાર હાઈસ્કુલ ખાતે આચાર્ય ભાવસંગજી ઠાકોર અને કેન્દ્ર સંચાલક બાલસંગજી ઠાકોરે વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું. સામાજિક અગ્રણી મુસ્તુફા મેમણ, ABVP ના કાર્યકર્તાઓ અને શૈલેન્દ્રસિંહ સોઢાએ વિદ્યાર્થીઓને વિજયી ભવના નારા સાથે ગુલાબ અને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવ્યું.
કાર્યક્રમમાં શાહિલકુમાર વિરતિયા, ઘનશ્યામસિંહ વાઘેલા, ભરત સકશેના, અલ્પા ચાવડા, ભાવેશપરમાર, સેજલ પટેલ અને સકત્તાજી ઠાકોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. તેમણે વિદ્યાર્થીઓને સકારાત્મક અભિગમ સાથે પરીક્ષા આપીને શ્રેષ્ઠ પરિણામ મેળવવાની શુભેચ્છાઓ પાઠવી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર