બોર્ડનાં પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવીને શુભેચ્છા આપતા નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા
- ડી.એન.ટી. હાઈસ્કૂલ ખાતે ધોરણ-10નાં બોર્ડનાં પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરાયા સુરેન્‍દ્રનગર/અમદાવાદ,27 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10 ની બોર્ડની પરીક્ષાના પ્રારંભે આજે નાયબ મુખ્ય દંડક જગદી
Deputy Chief Inspector Jagdish Makwana greeting the board examinees with a sweet smile


- ડી.એન.ટી. હાઈસ્કૂલ ખાતે ધોરણ-10નાં બોર્ડનાં પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરાયા

સુરેન્‍દ્રનગર/અમદાવાદ,27 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10 ની બોર્ડની પરીક્ષાના પ્રારંભે આજે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવીને શુભેચ્છા આપી હતી. ડી.એન.ટી. હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતાં.

દંડકએ શાળામાં ઉપલબ્ધ સુવિધાઓની ચકાસણી કરી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે હાજર અધિકારીઓને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરે અને શાંતિપૂર્વક અને

નિર્ભયતાથી પરીક્ષા આપે તેવી શુભેચ્છાઓ આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande