દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ બન્યા ‘ઝીરો વેસ્ટ ઇવેંટ’નું શ્રેષ્ઠ ઉદાહરણ
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા યોજાતા સામાજિક પ્રસંગોને પ્લાસ્ટિક ફ્રી તેમજ ઝીરો વેસ્ટ બનાવવા પહેલ કરવામાં આવી છે. જેને ભાગરૂપે આજરોજ શહેરના સેક્ટર-22 રંગમંચ ખાતે લાયન્સ ગ્રુપ ઓફ ગાંધીનગર ફેમિના
‘દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ’


‘દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ’


‘દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ’


‘દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ’


ગાંધીનગર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા યોજાતા સામાજિક પ્રસંગોને પ્લાસ્ટિક ફ્રી તેમજ ઝીરો વેસ્ટ બનાવવા પહેલ કરવામાં આવી છે. જેને ભાગરૂપે આજરોજ શહેરના સેક્ટર-22 રંગમંચ ખાતે લાયન્સ ગ્રુપ ઓફ ગાંધીનગર ફેમિના અને એસોસિયેશન ફોર સોશિયલ વેલ્ફેર એન્ડ ડેવલોપમેન્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ’ને ગાંધીનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ ઝીરો વેસ્ટ ઇવેંટ બનાવવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ વસ્તુઓ મહત્તમ રીતે પ્લાસ્ટિક વિનાની અથવા તો રીયુસેબલ મટિરિયલની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમંત્રિત મુખ્ય મહેમાનોને પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ કાચની બોટલમાં પાણી આપવામાં આવ્યું હતું. લગ્નમંડપમાં પ્લાસ્ટિકના ફૂલોની જગ્યાએ પ્રાકૃતિક ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તદુપરાંત લગ્ન માટે જરૂરી પૂજાપાના સામાનમાં પણ રીયુસેબલ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

દીકરીઓને કરિયાવરમાં આપવામાં આવેલ વસ્તુઓને પણ પેપર વડે પેક કરી તેને પણ પ્લાસ્ટીકથી દૂર રાખવા માટે પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

લગ્નોત્સવમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ રહે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ ડસ્ટબિનમાં કચરો અલગ-અલગ ઠાલવવામાં આવ્યો હતો જેને ગાંધીનગર મહાનગરપાલિકાના OWC પ્લાન્ટ ખાતે લઈ જવાયો હતો જેનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત લગ્નોત્સવના જમણવારમાં બાકી રહેલ ભોજનને વેસ્ટ ના જવા દઈ તેને જરૂરિયાત લોકો સુધી પહોંચાડવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમને ઝીરો વેસ્ટ ઇવેંટ બનાવવાના સંસ્થાના પ્રયત્નો ખરેખર સરાહનીય છે, આ રીતે આપણે મોટી માત્રામાં ઉત્પન્ન થતાં પ્લાસ્ટિક વેસ્ટને આપણે રોકી શકીએ છીએ, સાથે જ પ્રસંગોમાં વેડફાતો ખોરાક જરૂરિયાતમંદોના પેટ સુધી પહોંચી શકે છે. સંસ્થા દ્વારા કરવામાં આવેલ આ પ્રયાસ અન્યો માટે પ્રેરણાદાયક બની રહેશે.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સંસ્થાનો આ કાર્યક્રમ થકી વેસ્ટ ફ્રી ગાંધીનગરના મહાનગરપાલિકાના સંકલ્પને સહયોગ આપવા બદલ આભાર માનવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande