નવા શૈક્ષણિક વર્ષથી ધો. 1, 6થી 8 અને 12નાં પુસ્તકો બદલાશે
- ગુજરાતી, અંગ્રેજી, ગણિત સહિતના વિષયોમાં નવાં પ્રકરણ ઉમેરાશે અમદાવાદ,27 ફેબ્રુઆરી (હિ.સ.) દેશમ લાગુ કરવામાં આવેલી ન્યૂ એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં રાખીને રાજ્યના શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી પાઠ્યપુસ્તકોમાં ફરેફરા
From the new academic year, books for Std. 1, 6 to 8 and 12 will be changed.


- ગુજરાતી, અંગ્રેજી, ગણિત સહિતના વિષયોમાં નવાં પ્રકરણ ઉમેરાશે

અમદાવાદ,27 ફેબ્રુઆરી (હિ.સ.) દેશમ લાગુ કરવામાં આવેલી ન્યૂ એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં રાખીને રાજ્યના શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી પાઠ્યપુસ્તકોમાં ફરેફરા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધો. 1, 6થી 8 અને 12નાં પુસ્તકો નવાં તૈયાર કરવામાં આવ્યાં છે કે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધો. 1માં ગુજરાતી, ધો. 6માં અંગ્રેજી વિષયના પુસ્તક બદલાશે. ધો. 7ના સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠીનાં પુસ્તક બદલાશે. ધો. 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનનાં પુસ્તકો બદલાશે. ધો. 12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરવામાં આવશે.

આ ફેરફાર ન્યૂ એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યો છે. જેની પાછળનો હેતુ વિદ્યાર્થીઓની લર્નિંગ પ્રોસેસ વધુ સુદૃઢ કરવાનો છે. રાજ્ય શિક્ષણ વિભાગ ન્યૂ એજ્યુકેશન પોલિસીને લઈ સતત ટેક્સ્ટ બુક અપડેટ્સ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે આ ફેરફાર કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande