ઉદ્યોગ જગતે, સરકાર પર નિર્ભર રહેવાને બદલે પ્રતિસ્પર્ધી બનવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ: ગોયલ
મુંબઈ, નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી (હિ.સ.). કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે, ગુરુવારે ઉદ્યોગોને હિંમતવાન બનવા અને સરકાર પર આધાર રાખવાને બદલે પ્રતિસ્પર્ધી બનવા પર ધ્યાન કેન્દ્રિત કરવા હાકલ કરી હતી. તેમણે સમજાવ્યું કે, સ્પર્ધાત્મકતા ઉદ્યોગ
મુંબઈમાં આઈએમસી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમ


મુંબઈ, નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી (હિ.સ.). કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે, ગુરુવારે ઉદ્યોગોને હિંમતવાન બનવા અને સરકાર પર આધાર રાખવાને બદલે પ્રતિસ્પર્ધી બનવા પર ધ્યાન કેન્દ્રિત કરવા હાકલ કરી હતી. તેમણે સમજાવ્યું કે, સ્પર્ધાત્મકતા ઉદ્યોગની નવીન ઉત્પાદન પદ્ધતિઓ, કૌશલ્યો અને ક્ષમતાઓને અપગ્રેડ કરવાની ક્ષમતામાંથી આવશે.

કેન્દ્રીય વાણિજ્ય મંત્રીએ, મુંબઈમાં આઈએમસી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ વાત કહી. પિયુષ ગોયલે પૂછ્યું કે, ઉદ્યોગ જગત ક્યાં સુધી સબસિડી, ઉચ્ચ આયાત જકાત અને અન્ય સમાન રક્ષણાત્મક પગલાંના બૈસાખી પર નિર્ભર રહેશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, એક રાષ્ટ્ર તરીકે આપણે આ સંરક્ષણવાદી માનસિકતા અને નબળા વિચારસરણીમાંથી બહાર નીકળવાનો નિર્ણય લેવો પડશે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી આપણે સ્પર્ધાત્મક નહીં બનીએ ત્યાં સુધી 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ પૂર્ણ થશે નહીં અને આપણે વિકસિત દેશ બનવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીશું નહીં. 'વિકાસશીલ ભારતનો 2047 નો માર્ગ: દરેક માટે સમૃદ્ધિ તરફ અગ્રેસર' વિષય પર બોલતા તેમણે પ્રકાશ પાડ્યો કે, કેવી રીતે ભારત વૈશ્વિક આર્થિક વિકાસની વાર્તામાં મુખ્ય ખેલાડી છે અને વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિક રોકાણકારો માટે અજોડ તકો પ્રદાન કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિલ નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande