પાટણ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ નિમિત્તે, ભારત વિકાસ પરિષદ પાટણ શાખાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું.કાર્યક્રમમાં, V.K. ભુલા હાઈસ્કૂલના SSC બોર્ડ અને B.D. સાર્વજનિક વિદ્યાલયના HSC બોર્ડના વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલ અને બોલપેન આપીને સંસ્થા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી. તેમને સાકરથી મોં મીઠું કરાવ્યું અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
ભારત વિકાસ પરિષદ પાટણ શાખાના મંત્રી મમતા ખમારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને જણાવ્યું કે પરીક્ષાને તણાવમુક્ત અને એક મહોત્સવ તરીકે લેવું જોઈએ. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અશોક પટેલ, ગુજરાત ઉત્તર પ્રાંતના મહામંત્રી પારસ ખમાર, અને સંસ્થાના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર