વસંતોત્સવમાં મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા કૌશિક વેકરીયાએ લોકનૃત્યોની પ્રસ્તુતિ નિહાળી
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) પાટનગરની આગવી ઓળખ સમા વસંતોત્સવ'નો પ્રારંભ થઈ ચુક્યો છે. 10 દિવસ ચાલનારા આ ઉત્સવને દેશના વિવિધ રાજયોના લોક નૃત્યોના મહાપર્વ તરીકે ઓળખવામાં આવે છે. સાબરમતી નદીના પટની કોતરોમાં પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે કુદરતના ખોળે સ
વસંતોત્સવ


વસંતોત્સવ


વસંતોત્સવ


ગાંધીનગર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) પાટનગરની આગવી ઓળખ સમા વસંતોત્સવ'નો પ્રારંભ થઈ ચુક્યો છે. 10 દિવસ ચાલનારા આ ઉત્સવને દેશના વિવિધ રાજયોના લોક નૃત્યોના મહાપર્વ તરીકે ઓળખવામાં આવે છે. સાબરમતી નદીના પટની કોતરોમાં પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે કુદરતના ખોળે સંસ્કૃતિક કુંજ અસ્તિત્વમાં આવ્યું છે, જ્યાં વસંત ઉત્સવ દર વર્ષે ઉજવાય છે.

ગુજરાતમાં મુખ્ય ત્રણ મોટા સાંસ્કૃતિક કાર્યક્રમ દર વર્ષે યોજાય છે, જેમાં ભારતીય નૃત્યકલા (કલાસીકલ ડાન્સ) માટે ઉતરાર્ધ મહોત્સવ ' જે મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઉજવાય છે, બીજો શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલો 'તાના-રીરી' મહોત્સવ વડનગર ખાતે તથા મુખ્ય લોક નૃત્ય(ફોક ડાંન્સ )ના મહાપર્વ તરીકે ગાંધીનગર ખાતે ઉજવાતા 'વસંતોત્સવ'નો સમાવેશ થાય છે. ગાંધીનગરની વિશેષ ઓળખ બની ચૂકેલા આ વસંત ઉત્સવની વાત કરવામાં આવે તો આવો ઉસવ ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં સૌપ્રથમવાર ગાંધીનગરમાં શરૂ થયો હતો. જે હવે ધીમે ધીમે અનેક રાજ્યોમાં પણ વિસ્તરણ થઈ રહ્યો છે. દસ દિવસ ચાલતા આ 'વસંતોત્સવ'નું આકર્ષણ ગુજરાત તથા અન્ય રાજ્યોના જુદા જુદા જુદા લોક નૃત્ય છે. 'વસંતોત્સવ'ને સંસ્કૃતિ મેળા તરીકે પણ લોકો ઓળખે છે. આવા વિશેષ કલાઉત્સવ અને અનેરા લોક નૃત્યના મહા સંગમ પ્રસંગના વસંતોત્સવના ચોથા દિવસે બાલકૃષ્ણ શુક્લ - મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા, કૌશિક વેકરીયા નાયબ દંડક ગુજરાત વિધાનસભા, જનકભાઈ લાઠી ધારાસભ્ય, કમલેશ પેટલાદ ધારાસભ્ય દ્વારા સંસ્કૃતિક કુંજની મુલાકાત લઇ કલાકારોની કલાકૃતિને નિહાળવા અને બિરદાવવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande