પોરબંદર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ છે ત્યારે આ બોર્ડની પરીક્ષા આપવા માટે જઈ રહેલા વિધાર્થીઓને જેસીઆઇ પોરબંદરની મહિલા વિંગના સભ્યો દ્વારા શુભેચ્છાઓ પાઠવી ભય કે ડર વિના સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપવા શુભેચ્છાઓ પાઠવી હતી.
બાલુબા કન્યા વિધાલય ખાતે પરીક્ષા સેન્ટર ઉપર બોર્ડની પરીક્ષા આપવા માટે આવેલા વિધાર્થીઓને જેસીઆઇ પોરબંદરના સભ્યોએ ગુલાબના ફૂલ અને કુમકુમ તિલકથી સફળતા માટે શુભેચ્છા પાઠવી સાથે ચોકલેટ આપી મોઢું મીઠું કરાવ્યું હતું. પરીક્ષા આપવા જઇ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવા બાલુબા કન્યા વિધાલયના આચાર્ય રાજેશ્રી સીસોદિયા, જેસીઆઇ પોરબંદર મહિલા વિંગના પ્રમુખ એકતા દાસાણી, ભક્તિ મોનાણી, જિજ્ઞા તન્ના, જિજ્ઞા રાડીયા, લગ્નિ દત્તાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya