જૂનાગઢ કેશોદ ખાતે દશનામ ગોસ્વામી સમાજ અને સનાતન હિન્દૂ સંગઠન ના સંયુક્ત ઉપક્રમે મહા શિવરાત્રી ની શોભાયાત્રા
જૂનાગઢ 27 ફેબ્રુઆરી (હિ.સ.) કેશોદ ખાતે દસ નામ ગોસ્વામી સમાજ અને સનાતન હિન્દૂ સંગઠન ના સંયુક્ત ઉપક્રમે કેશોદ નગર ના મૂખ્યરાજ માર્ગો પર મહા શિવ રાત્રી ના પાવન પર્વ નિમિત્તે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કેશોદ ના મુખ્ય ર
જૂનાગઢ ના કેશોદ ખાતે શોભાયાત્રા


જૂનાગઢ 27 ફેબ્રુઆરી (હિ.સ.) કેશોદ ખાતે દસ નામ ગોસ્વામી સમાજ અને સનાતન હિન્દૂ સંગઠન ના સંયુક્ત ઉપક્રમે કેશોદ નગર ના મૂખ્યરાજ માર્ગો પર મહા શિવ રાત્રી ના પાવન પર્વ નિમિત્તે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કેશોદ ના મુખ્ય રાજ માર્ગો પર DJ ના સથવારે શોભાયાત્રા ના સમયે અલગ અલગ જગ્યાઓ પર ઠંડા સરબતો ,ફળાહાર, ઠંડી છાસ ,ફ્ રાળી ચેવડો જેવા કેશોદ ના Ngo દ્વારા સ્ટોલ કરવામાં આવેલ હતા

કેશોદ ના સુજ્ઞ નગર જનો દ્વારા શોભાયાત્રા સમયે બહોળી સંખ્યા માં જોડાયા હતા અને આ મહા શિવરાત્રી ના પાવન પર્વ ને રંગે ચંગે ઉજવણી કરવામાં આવેલ હતી અને વહેલી સવાર થીજ કેશોદ ના તમામ શિવાલયો માં બમ બમ ભોલે ના નાદ ગુંજી ઉઠ્યા હતા અને શિવરાત્રી ના મહા પર્વ ના દિવસે અને રાત્રી માં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અને તમામ જગ્યાઓ પર જોતા કેશોદ શિવ ના રંગે રંગાયું હતું આ શોભાયાત્રા દસ નામ ગોસ્વામી સમાજ થી નીકળી અને નીલકંઠ મંદિર ખાતે પૂર્ણ થયેલ હતી

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande