મોડાસા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) નાનાવાડા વિસ્તાર કેળવણી મંડળ નાનાવાડા સંચાલિત શ્રી.એન.પી.પટેલ હાઇસ્કુલ મા. વિ અને શ્રી.બી. જે. પંચાલ ઉ.મા. વિભાગ નાનાવાડા માં આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેનાર SSCફેબ્રુઆરી 2025 ની પરીક્ષા નાનાવાડા હાઇસ્કુલ. સેન્ટર માં આજથી શુભારંભ થયો. કેન્દ્ર સંચાલક .કનુભાઈ. બી.પટેલ તથા મદદનીશ વહીવટી કર્મચારી દિકેશભાઈ.એ. પટેલ તથા શાળાના કર્મચારીઓ મંડળ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. માલપુર ઠાકોર સેના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ઠાકોર ઉપસ્થિત રહી . ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ( માલપુર. બાયડ )ના પ્રેરણા પુષ્પ સ્વરૂપે તમામ પરીક્ષાથીઓ ને પેનો શુભેચ્છા ના પ્રતિકરુપે આપી વિદ્યાર્થીને પ્રોત્સાહિત કર્યા. પરીક્ષાથીઓને કંકુ તિલક કરી મોં મીઠુ કરાવી પ્રવેશ આપી. નિર્ભય રીતે પરીક્ષા સારી રીતે આપી શાળા ગામ કેન્દ્ર અને પોતાના વિસ્તારનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી.મોટી સંખ્યામાં નાનાવાડા ગામમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને ફરજ પરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. પોલીસ રક્ષણ સાથે શાંતિપૂર્ણ પરીક્ષા નો માહોલ સરાહનીય રહ્યો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ