પાકિસ્તાનમાં મુસ્તફા અમીર હત્યા કેસ અંગે, નેશનલ એસેમ્બલી કમિટી દ્વારા સિંધના આઈજીને સમન્સ પાઠવવામાં આવ્યું
ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી (હિ.સ.) પાકિસ્તાનની રાષ્ટ્રીય સભાની ગૃહ બાબતોની સ્થાયી સમિતિએ, મુસ્તફા અમીરના કેસની નોંધ લીધી છે. ગયા મહિને કરાચીમાં મુસ્તફાની હત્યા કરવામાં આવી હતી. સમિતિએ સિંધના આઈજી ગુલામ નબી મેમણને,
પાક


ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી

(હિ.સ.) પાકિસ્તાનની રાષ્ટ્રીય સભાની ગૃહ બાબતોની સ્થાયી સમિતિએ, મુસ્તફા અમીરના

કેસની નોંધ લીધી છે. ગયા મહિને કરાચીમાં મુસ્તફાની હત્યા કરવામાં આવી હતી. સમિતિએ

સિંધના આઈજી ગુલામ નબી મેમણને, આ બાબતે નોટિસ ફટકારી છે. તેમને 28 ફેબ્રુઆરીએ

સમિતિ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.

એઆરવાય ન્યૂઝના જણાવ્યા અનુસાર,’નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, આઈજી સિંધે, અન્ય સંબંધિત

પોલીસ અધિકારીઓ સાથે કેસ સંબંધિત વિગતો સબમિટ કરવી જોઈએ.’ આ પહેલા, સિંધ પ્રાંતના ગૃહ વિભાગે, સિંધ હાઈકોર્ટના નિર્દેશો અનુસાર

એક જાહેરનામું બહાર પાડ્યું હતું. તેણે મુસ્તફા અમીર હત્યા કેસમાં આતંકવાદ વિરોધી

કોર્ટ (એટીસી) 1 ના ન્યાયાધીશની

વહીવટી સત્તાઓ રદ કરી. મુસ્તફા અમીર હત્યા કેસના મુખ્ય આરોપી, અર્માધનને રિમાન્ડ

આપવાનો એટીસી 1 દ્વારા ઇનકાર

કરવાના વિવાદને પગલે, આ પગલું લેવામાં આવ્યું છે. એટીસી 1 ના ન્યાયાધીશની

વહીવટી સત્તાઓ એટીસી 3 ના ન્યાયાધીશને

તબદીલ કરવામાં આવી છે.

આ પહેલા 26 ફેબ્રુઆરીના રોજ, પોલીસે મુસ્તફા અમીર હત્યા કેસમાં બે આરોપીઓ - અર્માંધન અને

શિરાઝ -ને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાઉથની કોર્ટમાં રજૂ કર્યા હતા. મેજિસ્ટ્રેટે

તપાસ અધિકારીની બેદરકારી પર નિરાશા વ્યક્ત કરી જેના કારણે આરોપીની ઓળખ પરેડ થઈ શકી

નહીં. કલમ ૧૬૪ હેઠળ સાક્ષીઓના નિવેદનો નોંધી શકાયા નહીં. કોર્ટે આરોપીઓના વકીલોને

નોટિસ જારી કરી હતી અને શંકાસ્પદોને આજે ફરીથી, રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 6 જાન્યુઆરીના રોજ કરાચીના ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીમાં

મુસ્તફા અમીરનું તેના મિત્રો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને કથિત રીતે તેની

હત્યા કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર,’બલુચિસ્તાનના હબ વિસ્તારમાં તેના મિત્રોએ તેના શવને તેની

કારની ડીક્કીમાં ભરીને આગ લગાવી દીધી હતી.’

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande