મોડાસા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) બાયડ વિધાનસભાના બાયડ અને માલપુર તાલુકાની વિવિધ શાળાઓમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પ્રોત્સાહન રૂપ પેન વિતરણ કરવામાં આવ્યું. બાયડના ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલાએ શ્રી એમ.પી. શાહ હાઈસ્કૂલ, જીતપુર-આંબલીયારા ખાતે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી અને મનોદ્ધેર્ય વધારતા માર્ગદર્શન આપ્યું.આ પેન વિતરણ કાર્યક્રમમાં ભાજપ સંગઠન, જિલ્લા અને તાલુકા સદસ્યો, સંગઠન, ઠાકોર સેના, શિક્ષકો અને વિવિધ કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી. બાયડ અને માલપુર તાલુકાના તમામ શાળાઓમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે આ વિતરણ યોજાયું, જેનાથી શૈક્ષણિક ઉન્નતિ માટે પ્રેરણા મળી.વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો. શાળાના પ્રતિનિધિઓ, શિક્ષકો અને વાલીઓએ ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા નો આભાર વ્યક્ત કર્યો કે, તેમણે શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આટલું સરાહનીય પગલું ભર્યું.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ