વેટિકન સિટી, નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી (હિ.સ.) પોપ ફ્રાન્સિસના સ્વાસ્થ્યમાં સુધારાના સંકેતો દેખાયા છે, જેઓ છેલ્લા કેટલાક સમયથી ગંભીર રીતે બીમાર હતા. તેમની કિડની સંબંધિત સમસ્યાઓમાં થોડો ઘટાડો થયો છે. તાજેતરના સીટી સ્કેનથી જાણવા મળ્યું છે કે, તેમના ફેફસામાં સોજામાં થોડો ઘટાડો થયો છે. રક્ત પરીક્ષણના પરિણામો સારા આવ્યા છે. તેમણે બપોરે થોડું કામ પણ પૂર્ણ કર્યું.
વેટિકન ન્યૂઝ અનુસાર, હોલી સી પ્રેસ ઓફિસે બુધવારે સાંજે પોપ ફ્રાન્સિસના સ્વાસ્થ્ય અંગે આ અપડેટ આપ્યું: છેલ્લા 24 કલાકમાં પવિત્ર પિતાની સ્થિતિમાં થોડો સુધારો થયો છે. ગઈકાલે રાત્રે કરવામાં આવેલા છાતીના સીટી સ્કેનથી ફેફસામાં સોજા ઓછા થવા સાથે સામાન્ય પ્રગતિ જોવા મળી. આજે બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને સુધારો જોવા મળ્યો હતો.
હોલી સી પ્રેસ ઓફિસ અનુસાર, પવિત્ર પિતા હજુ પણ હાઇ-ફ્લો ઓક્સિજન થેરાપી પર છે. આજે તેમને અસ્થમા જેવા કોઈ શ્વસન સંબંધી હુમલાનો અનુભવ થયો નથી. શ્વસન ફિઝીયોથેરાપી ચાલુ રાખવામાં આવે છે. તેમની હાલતમાં થોડો સુધારો થયો છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ