પ્રીમિયર લીગ: લિવરપૂલે ન્યૂકેસલ યુનાઇટેડને હરાવીને, ટાઇટલ તરફ વધુ એક મજબુત પગલું વધાર્યું
લંડન, નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી (હિ.સ.) બુધવારે રાત્રે ન્યૂકેસલ યુનાઇટેડને 2-0થી હરાવીને લિવરપૂલે, પ્રીમિયર લીગ ટાઇટલ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. નોટિંગહામ ફોરેસ્ટ ખાતે, આર્સેનલ 0-0થી ડ્રો થયા બાદ જીત સાથે લિવરપૂલ ટે
વિજય


લંડન, નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી (હિ.સ.)

બુધવારે રાત્રે ન્યૂકેસલ યુનાઇટેડને 2-0થી હરાવીને લિવરપૂલે, પ્રીમિયર લીગ ટાઇટલ તરફ વધુ એક

મહત્વપૂર્ણ પગલું ભર્યું. નોટિંગહામ ફોરેસ્ટ ખાતે, આર્સેનલ 0-0થી ડ્રો થયા બાદ

જીત સાથે લિવરપૂલ ટેબલમાં 13 પોઈન્ટની લીડ પર

પહોંચી ગયું.

11મી મિનિટે ડોમિનિક સ્ઝોબોસ્ઝલાઈએ ડિફ્લેક્ટેડ શોટ વડે

લિવરપૂલને લીડ અપાવી. ઇજાગ્રસ્ત એલેક્ઝાન્ડર ઇસાક વિના રમતા ન્યૂકેસલને આક્રમણમાં

સંઘર્ષ કરવો પડ્યો. મોહમ્મદ સલાહ સાથે પાસની આપ-લે કર્યા પછી, 63મી મિનિટે

એલેક્સિસ મેક એલિસ્ટરે બીજો ગોલ કરીને લિવરપૂલ માટે વિજય મેળવ્યો.

આર્સેનલને, બીજી હારનો સામનો કરવો પડ્યો

નોટિંગહામ ફોરેસ્ટ સામે 0-0થી ડ્રો થતાં આર્સેનલને, વધુ બે પોઈન્ટ ગુમાવવા

પડ્યા. કોચ મિકેલ અર્ટેટા ચિંતા કરશે કે તેમની ટીમ સતત બીજી મેચમાં ગોલ કરવામાં

નિષ્ફળ રહી. આર્સેનલે 13 શોટ લીધા, પરંતુ ફક્ત એક જ ટાર્ગેટ પર રહ્યો.

મૈન્ચેસ્ટર સિટી, ટોચના ચારમાં પાછું ફર્યું

ફિટ થયેલા એર્લિંગ હાલેન્ડના એકમાત્ર ગોલને કારણે ટોટનહામને

1-0થી હરાવીને મૈન્ચેસ્ટર

સિટી ટોચના ચારમાં પાછું આવ્યું. મેચ ખૂબ જ મુશ્કેલ હતી, બંને ટીમોએ તકો

બનાવી અને ગુમાવી.

મૈન્ચેસ્ટર યુનાઇટેડનો, લડાયક વિજય

મૈન્ચેસ્ટર

યુનાઇટેડે ઇપ્સવિચ ટાઉનને 3-2થી હરાવ્યું, પરંતુ તેમનું

પ્રદર્શન હજુ પણ શંકાસ્પદ છે. યુનાઇટેડના ત્રણેય ગોલ સેટ પીસથી થયા હતા.

ઇપ્સવિચ માટે જેડેન ફિલોજેને શરૂઆતમાં લીડ લીધી હતી પરંતુ

બ્રુનો ફર્નાન્ડિસની ફ્રી કિકથી, સેમ મોર્સીના ડિફ્લેક્ટેડ ગોલથી સ્કોર બરાબરી પર

આવી ગયો. ત્યારબાદ મેથિજ્સ ડી લિગ્ટે છૂટા બોલથી ગોલ કરીને યુનાઇટેડને લીડ અપાવી.

પેટ્રિક ડોર્ગુને રેડ કાર્ડ મળતાં, યુનાઇટેડ પાસે 10 ખેલાડીઓ બાકી

રહ્યા અને હાફટાઇમ પહેલા ફિલોજેને બરાબરી કરી. પરંતુ બીજા હાફમાં હેરી મગુઇરેના

ટ્રેડમાર્ક હેડરથી, યુનાઇટેડ 3-2થી જીત્યું.

અન્ય સ્પર્ધાઓ-

બ્રેન્ટફોર્ડ અને એવર્ટનનો મુકાબલો 1-1થી ડ્રો રહ્યો.જેમાં યોઆન વિસા

અને જેક ઓ'બ્રાયને ગોલ

કર્યા.

મંગળવારે રમાયેલી મેચોમાં સૌથી પ્રભાવશાળી પરિણામ, ચેલ્સીનો

સાઉથેમ્પ્ટન પર 4-0થી વિજય હતો.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande