ટીબીના દર્દીઓને રેડક્રોસ દ્વારા આહાર કીટ અર્પણ .
પોરબંદર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખા દ્વારા યુવાન ચેરમેન લાખણશી ગોરાણિયાના માર્ગદર્શન હેઠળ 13 જેટલી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે, આ સેવા પ્રવૃત્તિઓના ભાગરૂપે પોરબંદર જિલ્લાના ટીબીના દર્દીઓને દર્દમા
Red Cross donates food kits to TB patients.


Red Cross donates food kits to TB patients.


Red Cross donates food kits to TB patients.


Red Cross donates food kits to TB patients.


પોરબંદર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખા દ્વારા યુવાન ચેરમેન લાખણશી ગોરાણિયાના માર્ગદર્શન હેઠળ 13 જેટલી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે, આ સેવા પ્રવૃત્તિઓના ભાગરૂપે પોરબંદર જિલ્લાના ટીબીના દર્દીઓને દર્દમાંથી મુક્તિ મળે તે માટે તેઓને જરૂરી પૌષ્ટિક આહારની કીટ દર મહિને આપવામાં આવે છે. જેના ભાગરૂપે ટીબી હોસ્પિટલ ખાતે ઉપસ્થિત દર્દીઓને આહાર કીટ અર્પણ કરવામાં આવી હતી.

ટીબીના દર્દીઓને ઝડપથી રોગમુક્ત કરવા દવાની સાથે પૌષ્ટિક આહારની પણ ખાસ જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે હાલ મોંઘવારીના સમયમાં ગરીબ દર્દીઓ પૌષ્ટિક આહાર પૂરતા પ્રમાણમાં ખરીદી શકતા ન હોય. આથી પોરબંદર જિલ્લાના કોઈપણ ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહારના કારણે દર્દથી પીડાવું ન પડે તે માટે પોરબંદર રેડક્રોસ જિલ્લા શાખા દ્વારા દર મહિને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવે છે. તેના ભાગરૂપે ટીબી હોસ્પિટલ પોરબંદર ખાતે દાતાઓના આર્થિક સહયોગથી પૌષ્ટિક આહારની કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.ક્ષયના દર્દીઓને ટીબી હોસ્પિટલ દ્વારા દવાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તેની સાથે સાથે પોરબંદર રેડક્રોસ જિલ્લા શાખા દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને દર મહિને પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવે છે જેમાં ઘઉં લોટ, ખીચડી, ગોળ, સિંગ તેલ, ચણા, ચણા દાળ, મગ, સીંગદાણા, દાળિયા, ખજૂર, કાળી દ્રાક્ષ, વળીયારી, ગાયનું ઘી, પ્રોટિન પાઉડર સહિતના ખાદ્ય પદાર્થો સાથે બનાવેલી પૌષ્ટિક આહાર કીટ દર્દીઓને આપવામાં આવે છે. જો દર્દીઓ સમયસર દવા અને આ આહાર કીટમાં આપેલ ખાદ્ય પદાર્થને આરોગે તો ચોક્કસપણે ટીબીના રોગમાંથી મુક્ત થઈ શકે છે.પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમમાં પોરબંદર રેડક્રોસના ચેરમેન લાખણશી ગોરાણિયા, સેક્રેટરી અકબરભાઈ સોરઠીયા, પીઆરઓ જગદીશભાઈ થાનકી, ડો. કામિલ મેમન, વિમલભાઈ હિંડોચા વગેરેએ ઉપસ્થિત રહી ટીબીના દર્દીઓને આહાર કીટનું વિતરણ કર્યું હતું. આહાર કીટ મેળવનાર તમામ દર્દીઓએ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande