ધનુષની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'કુબેર'ની, રિલીઝ ડેટ જાહેર થઈ
નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી (હિ.સ.) સાઉથ સુપરસ્ટાર ધનુષ આ દિવસોમાં, તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'કુબેર' માટે સમાચારમાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શેખર કમ્મુલા કરી રહ્યા છે, જેમણે તેની વાર્તા પણ લખી છે. આ ફિલ્મમાં ધ
ફિલ્મ


નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી (હિ.સ.) સાઉથ સુપરસ્ટાર ધનુષ આ દિવસોમાં, તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'કુબેર' માટે સમાચારમાં

છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શેખર કમ્મુલા કરી રહ્યા છે, જેમણે તેની

વાર્તા પણ લખી છે. આ ફિલ્મમાં ધનુષની સાથે, રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં જોવા

મળશે.જ્યારે નાગાર્જુન

અક્કીનેની પણ એક દમદાર ભૂમિકા ભજવશે. હવે નિર્માતાઓએ આખરે 'કુબેર'ની રિલીઝ તારીખ

જાહેર કરી દીધી છે. ઉપરાંત,

ફિલ્મનું નવું

પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જેનાથી ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે.

'કુબેર' 20 જૂન, 2025 ના રોજ

સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મના નવા પોસ્ટરમાં ધનુષ અને નાગાર્જુન અક્કીને સામસામે

જોવા મળે છે.જેમાં તે બંને એક જબરદસ્ત અને દમદાર અવતારમાં જોવા મળે છે.

આ એક અખિલ ભારતીય ફિલ્મ છે જે હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં શેખર

કમ્મુલા અને ધનુષની જોડી, પહેલીવાર સાથે કામ કરી રહી છે.જેનાથી દર્શકોની

ઉત્સુકતા વધી ગઈ છે.

'કુબેર' ફિલ્મનું નિર્માણ

સુનીલ નારંગ અને પુષ્કુર રામ મોહન રાવ દ્વારા, કરવામાં આવ્યું છે.જ્યારે આ

ફિલ્મનું સહ-નિર્માણ શેખર કમ્મુલા પોતે કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande