સોમનાથ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) મહાશિવરાત્રિ પર્વે દ્વિતીય પ્રહરના પવિત્ર અવસરે સોમનાથ મહાદેવજીને ભવ્ય અને અલૌકિક શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યા. શાસ્ત્રોમાં પ્રહર પૂજનનું વિશેષ માહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે, અને આ પવિત્ર પળના સાક્ષી બનવા માટે દેશના વિવિધ પ્રાંતોમાંથી ભક્તો દુર દુરથી ઉમટી પડે છે. સોમનાથ મહાદેવને વિવિધ સુગંધિત પુષ્પો, સુકામેવા અને પીતાંબર દ્વારા અલૌકિક શૃંગારમાં સુશોભિત કરવામાં આવ્યા હતા, જેનાથી મંદિર પરિસર ભક્તિમય અને દિવ્ય આભા દ્વારા ગુંજી ઉઠ્યું હતું. ભક્તો માટે આ દિવ્ય શૃંગારનું દર્શન અનન્ય અને અનમોલ અનુભવ બની રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ