અમદાવાદ,27 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાતમાં આજથી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત એસ.એસ.સી અને એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે. 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ 2025 સુધી પરીક્ષા ચાલશે. સવારે 9:15 વાગ્યાથી તમામ પરીક્ષા કેન્દ્રો પર બાળકોનું ચેકિંગ કરી, ફૂલ, ચોકલેટ, પેન અને તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ સમય પહેલાં જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા. ધોરણ 10ની પ્રથમ પેપર પૂર્ણ થયું છે. ગુજરાતીનું પેપર સરળ નીકળતા બાળકો ખુશખુશાલ બહાર આવતા નજરે પડ્યા. ધોરણ 12નું બપોરે 3 વાગ્યે પેપર શરૂ થયું છે. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર અર્થશાસ્ત્ર અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન છે.ધોરણ ૧૨ ની બોડઁની પરીક્ષા શરૂ થતા વિસ્તાર લો ગાડઁન સામે સમથઁ વિધાવિહારમા પરીક્ષાર્થીઓને ગુલાબ આપી શુભેસ્છા પાઠવી. ત્યારે ખાડિયા અને જમાલપુર વોર્ડ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ અંજુમન હાઈસ્કૂલ આસ્ટોડિયા ખાતે વિદ્યાર્થીઓ ખુબ સારી રીતે ઉત્તીર્ણ થાય અને ઉચ્ચ કારકિર્દીના શિખરો પાર કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી.
આ વર્ષે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં નિયમિત, રીપીટર, આઇસોલેટેડ, ખાનગી અને ખાનગી રીપીટર વિદ્યાર્થીઓ છે.
અમદાવાદ ગ્રામ્યના ડીઇઓ કૃપા ઝાએ જણાવ્યું હતું કે, આજે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે આયોજન કરવામ આવ્યું છે. વિધાર્થીઓને ગેટ પર જ ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.મેમનગર એચ.બી.કે સ્કૂલ ખાતે ગ્રામ્ય ડીઇઓ દ્વારા વિધાર્થીઓનું ગુલાબ આપીને સ્વાગત કરવામાં આવ્યું.વડોદરામાં ધો.12ના વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી રહ્યા છે. કુલ 98 કેન્દ્રો પર 24,635 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
પેપર સરળ નીકળતા બાળકોમાં આગળની પરીક્ષા સારી જવાનો ઉત્સાહ
ધોરણ 10 વિદ્યાર્થીએ કહ્યું ગુજરાતીનું પેપર સરળ હતું, 80માંથી 75 માર્ક આવશે. માત્ર 2 માર્ક્સનું ટવીસ્ટ કરી પૂછ્યું. આખું વર્ષ મેં ગુજરાતી માટે એટલો સમય ફાળવ્યો ન હતો. મેં છેલ્લા સમયમાં દરેક પાઠ વાંચીને તેના સ્વાધ્યાય વાંચ્યા હતા. આજનું પેપર મારા મતે ચોપડીમાંથી જ હતું. પેપરમાં કંઈપણ ખાસ બહારનું નહોતું, નિબંધ પણ સરળ હતો. મારા આજના પેપરમાં 70 માર્કસ ઉપર આવી જશે.ધોરણ 10નું પ્રથમ પેપર પૂર્ણ કરી પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રની બહાર નીકળ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ