ગોધરા,27 ફેબ્રુઆરી (હિ.સ.) આજરોજ 27 ફેબ્રુઆરી આજ નો દિવસ ગોધરા ના ઇતિહાસ મા કાળો દિવસ તરીકે ઓળખ પામ્યો છે કારણ કે 27 ફેબ્રુઆરી 2002 નો એ ગોઝારો દિવસ જે દિવસ 59કાર સેવકો જે અયોધ્યા રામ મંદિર ના આંદોલન મા ગયા હતા અને સાબરમતી ટ્રેન દ્વારા પરત ફરતા ગોધરા સ્ટેશન પર વિધર્મીઓ ના કાવતરા નો ભોગ બન્યા હતા અને ટ્રેન ના એસ 6 ડબ્બા મા આગ લગાડવા મા આવી હતી અને એ પણ કોમી રમખાણો માટે કુખ્યાત એવા ગોધરા મા જે આગ મા 59 કાર સેવકો જીવતા સળગી ગયા હતા જેને લઇ સમગ્ર દેશ મા તોફાનો ફાટી નીકળ્યા હતા અને ત્યારબાદ આ કાવતરા મા સામેલ અને ટ્રેન ને આગ લગાડનાર તત્વો ને પકડી ને સજા પણ કરવા મા આવી હતી
જે રામ મંદિર માટે આ આંદોલન ચાલ્યું હતું અને કાર સેવકો એ પોતાના જીવ નું બલિદાન આપ્યું હતું એ સફળતા સ્વરૂપ રામ મંદિર અયોધ્યા મા નિર્માણ પણ પામ્યું. હવે હિન્દુ સંગઠનો દ્વારા પ્રતિકાત્મક રીતે ગોધરા ની ઘટના નો ભોગ બનનાર એ એસ 6 ડબ્બા પર રેલી સ્વરૂપે જઈ શ્રદ્ધાંજલિ આપવા નો સિલસિલો યથાવત રાખવા મા આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ