પાટણ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) પશ્ચિમ રેલવે દ્વારા પાટણ-હરિદ્વાર રૂટ પર ટ્રેનની સંખ્યા વધારવામાં આવી છે. હવે અઠવાડિયામાં બે વખત ટ્રેન સેવા ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર 19271 (ભાવનગર-હરિદ્વાર) મંગળવાર અને ગુરુવારે વહેલી સવારે 2:05 કલાકે પાટણ રેલવે સ્ટેશન પહોંચશે અને હરિદ્વાર તરફ માર્ગપ્રસ્થાન કરશે.
હરિદ્વારથી પરત ફરતી ટ્રેન નંબર 19272 (હરિદ્વાર-ભાવનગર) દર ગુરુવાર અને રવિવારે વહેલી સવારે 5:40 કલાકે પાટણ સ્ટેશને આવશે. અગાઉ આ રૂટ પર એક જ વાર ટ્રેન સેવા ઉપલબ્ધ હતી.
આ નવી ટ્રેન સેવાને કારણે પાટણ અને આસપાસના વિસ્તારોના શ્રદ્ધાળુ યાત્રીઓ માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે. તેઓ હવે પાટણથી સીધી ટ્રેન લઈને હરિદ્વાર જઈ શકશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર