મોડાસા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) બાયડ તાલુકાની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકને હાર્ટ એટેક આવતાં મોત,અડપોદરા ગામના વતની અને વડાલી તાલુકાની રવિપુરાકંપાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકનું પણ હાર્ટ એટેક થી મોત આચાર્યના મોતથી બાયડ પંથકના શિક્ષકોમાં શોક જેમાં બીબીની વાવ પ્રા.શાળાના આચાર્યનું હાર્ટએટેકથી મોત થતા શોકનો માહોલ મળેલ વિગત મુજબ બાયડના રૂગનાથપુરના રહીશ તથા જીતપુર જૂથની બીબીની વાવ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક મોહબ્બત પરમાર ઉંમર 44 વર્ષ મંગળવારના રોજ સવારના સુમારે ખેતરમાં ગયા હતા.ત્યાં તેમને અચાનક જ છાતીમાં દુઃખાવો ઉપડતાં તેમને તુરંત જ નજીકની હોસ્પિટલમાં બતાવવા લઈ ગયા ત્યાં જ તેમનું મોત નીપજ્યુ હતું ઝાંઝરી ખાતે અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા વધુ હિંમતનગરના રવિપુરાકંપાની પ્રાથમિક શાળામાં શિક્ષકનું પણ હાર્ટ એટેક થી મોત થયું હતું હિંમતનગર તાલુકાના અડપોદરા ગામના વતની અને વડાલી તાલુકાની રવિપુરાકંપાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મહેશભાઈ બાબુભાઈ નાયક ગત રોજ શાળામાં ફરજ ઉપર હતા તે સમયે બપોરે છાતીમાં ગભરામણ સાથે હૃદયરોગનો હુમલો આવતાં ઉપશિક્ષક શાળાના બાથરૂમ પાસે જમીન ઉપર ઢળી પડતાં અન્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ હતપ્રત બની ગયા હતા.શિક્ષકને હૃદયરોગનો હુમલો આવ્યાની જાણ ગ્રામજનોને થતાં ત્યાં આવી પહોંચ્યા હતા અને આ અંગે તાત્કાલિક ઈમરજન્સી-૧૦૮ને જાણ કરી ઉપશિક્ષકને સારવાર માટે વડાલીની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ હૃદયરોગનો હુમલો પ્રાણઘાતક સાબિત થતાં શિક્ષકનું મોત નિપજ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ