બાળ અધિકાર અને કાયદાના અમલીકરણ અર્થે ચેરપર્સન ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની મુલાકાત
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત રાજ્ય બાળ અધિકાર અને કાયદાના અમલીકરણ અર્થે ચેરપર્સન ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેર પર્સન ધર્મિષ્ઠા ગજ્જર તથા સચિવ ડી.ડી કાપડિયાએ ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. સાથે જ આ મુલા
કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ


કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ


ગાંધીનગર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત રાજ્ય બાળ અધિકાર અને કાયદાના અમલીકરણ અર્થે ચેરપર્સન ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેર પર્સન ધર્મિષ્ઠા ગજ્જર તથા સચિવ ડી.ડી કાપડિયાએ ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. સાથે જ આ મુલાકાત દરમિયાન બાળ સંરક્ષણ અને તેમની યોજનાઓ સાથે સંકળાયેલ વિવિધ સ્થળોની સમીક્ષા મુલાકાત પણ લીધી હતી.

કલેકટર કચેરી ગાંધીનગર ,કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી આ બેઠક અંતર્ગત અધિકારીઓની ઉપસ્થિતિમાં બાળકોના અધિકાર, શિક્ષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં આરોગ્ય વિભાગ , બાળ સુરક્ષા, આંગણવાડી કેન્દ્ર, પોલીસ, જિલ્લા શિક્ષણ સમિતિ, પુરવઠા વિભાગ તથા છાત્રાલયો, શ્રમ આયુક્તની કચેરી, સમાજ સુરક્ષા, સખી ઓન સ્ટોપ સેન્ટર તથા દિવ્યાંગ કલ્યાણકારી સંસ્થાઓના અધિકારીઓ સાથે આયોગ ચેર પર્સનશ્રી તથા સચિવ એ રૂબરૂ ચર્ચા કરી જિલ્લામાં બાળકો માટે થતી વિવિધ કામગીરીની વિગતોની રૂપરેખા મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા.

આ બેઠકમાં આયોગ ચેર પર્સન ધર્મિષ્ઠા ગજ્જરે જણાવ્યું હતું કે, સમસ્યાનો ઉકેલ સંવાદ છે, ફિલ્ડ વર્ક દ્વારા બાળ લગ્ન જેવા મોટા પ્રશ્નોને પણ નિવારી શકાય છે, માટે રૂબરૂ ફીલ્ડ વર્ક કરી પરિણામ મેળવવાની જરૂર છે. સાથે જ તેમણે છાત્રાલયો વિશે વાત કરતા એમ પણ ઉમેર્યું હતું કે, છાત્રાલયમાં પબ્લિસિટી નહીં પણ બાળકોને ભણવાનો હેતુ રાખવો એ મહત્વનું છે. બાળકોને દરેક વસ્તુ શીખવવી જરૂરી છે, પરંતુ તેમના પર કામનું ભારણ નાખવું તે અયોગ્ય છે. સાથે જ છાત્રાલયોમાં સુવિધા જેવી કે સૌચાલય ,ભોજન ,સુરક્ષા વગેરે અંતર્ગત પણ તેમણે ચર્ચા કરી હતી, અને કન્યા છાત્રાલયોમાં દીકરીઓ માટે ખાસ કાળજી લેવાનું પણ સૂચન કર્યું હતું. ઉપરાંત બાળકોના વિકાસ માટેના કોઈપણ કાર્યો કે બાળકોને લગતા કોઈપણ વિષય જેવા કે શિક્ષણ, પોષણ દરેકમાં નિષ્ઠાથી કાર્ય થાય અને કોઈ ચૂક ન થાય તે જરૂરી છે, અંતે સો ટકા શ્રેષ્ઠ કામગીરી થાય તેવા વિશ્વાસ સાથે અધિકારીશ્રીએ હાજર સૌને નિષ્ઠા પૂર્વક કાર્ય કરી બાળકોના હિતમાં કાર્યો થાય તે માટે પ્રેરિત કરતા, કહ્યું હતું કે,સારું થાય છે તેને સર્વશ્રેષ્ઠ કરવાની કોશિશ કરો અને નબળું છે ત્યાં તેને ઉપર લાવવા મથામણ કરો, ચોક્કસ સુંદર પરિણામ મળશેઆ તબક્કે તેમણે આંગણવાડી માં ભણતા બાળકોને દેશનું ભવિષ્ય ગણાવતા તેમની દેખરેખ અને સંરક્ષણ પર પણ ભાર મૂક્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત સચિવ ડી.ડી કાપડિયાએ આ પ્રસંગે દરેક અધિકારી સાથે એક પછી એક વાત કરતા જરૂરી સૂચન આપ્યા હતા. જેમાં આંગણવાડીની મહત્તા સમજાવતા તેમણે, બાળકના ભવિષ્યની શરૂઆત આંગણવાડીથી થતી હોવાનું જણાવતા જિલ્લાની આંગણવાડીની જરૂરી માહિતી પણ લીધી હતી. ઉપરાંત જિલ્લામાં થતી બાળ ગુનાહિત પ્રવૃત્તિ અંગે પણ તેમણે જરૂરી માહિતી મેળવી, યોગ્ય સૂચનો કર્યા હતા.

શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે ત્યારે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દરેક બાળકને ભણવાનો અધિકાર મળે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટતો રહે તે અંગે પણ સચિવ એ વાતચીત કરી હતી. સાથે જ તેમણે આર.ટી.ઇ દ્વારા સ્લમ વિસ્તારમાં જાણકારી અને જાગૃતિ અંગે કાર્યક્રમો કરવા પણ જિલ્લા શિક્ષણ સમિતિને સૂચન કર્યું હતું. સાથે જ શાળામાં બાળકોના ભવિષ્યનું ઘડતર થાય ,છે ત્યાં નિરીક્ષણ થકી બાળકોના ભવિષ્યને કોઈ અન્યાય ન થાય તે માટે પણ શિક્ષણ સમિતિ દ્વારા કોઈ નક્કર પગલાં લેવાય અથવા નિરીક્ષણની કોઈ ચોક્કસ વ્યવસ્થા ગોઠવાઈ તેના પર ભાર મૂક્યો હતો. બાળકોને મળતા ભોજનની વાત કરવામાં આવે તો સચિવ એ જણાવ્યું હતું કે, બાળકોને મળતા ભોજનની સમયાંતરે તપાસ જરૂરી છે. જ્યાં બાળકોને ભોજન વ્યવસ્થિત ન મળતું હોય ત્યાં એક્શન લેવું પણ ખૂબ જ જરૂરી છે. આમ તેમણે દરેક ઉપસ્થિત અધિકારીને સંબોધીને જણાવ્યું હતું કે, માત્ર અધિકારી તરીકે નહીં પણ સંવેદનશીલ અભિગમ સાથે હૃદયથી કામ કરો.

It's your baby ,it's my baby or it's not my baby આ માનસિકતાથી ઉપર આવી now it's our baby આ ભાવના વિકસાવશો ત્યારે બાળકોના અધિકારો અને સંરક્ષણની કામગીરી જવાબદારી પૂર્વક કરી શકશો તેમ જણાવ્યું હતું.

ગાંધીનગર જિલ્લાની આ મુલાકાત અંતર્ગત અધિકારીઓએ સખી વન સ્ટોપ સેન્ટર સેકટર-11 - મહિલા અને બાળ વિભાગ,સેક્ટર - 21 પોલીસ સ્ટેશન - જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, સરકારી શિશુગૃહ સેક્ટર- 15 - જિલ્લા બાળ સુરક્ષા અધિકારી,ગોપાલક સંકુલ સેક્ટર- 15 - વિકસતિ જાતિ સમાજ કલ્યાણ વિભાગ, સર્વિસ એસોશિયેશન ફોર ધી બ્લાઈન્ડ અમદાવાદ સંચાલિત અંધ શાળા, સેક્ટર – 16, ગાંધીનગર,સીવીલ હોસ્પિટલ માણસા વગેરે સ્થળોએ રૂબરૂ મુલાકાત કરી જરૂરી સૂચનો પણ કર્યા હતા.

ઉપયુક્ત કાર્યક્રમ અંતર્ગત થયેલી સમીક્ષા બેઠક માં જિલ્લા કલેકટર ગાંધીનગર મેહુલ કે. દવે, જિલ્લા વિકાસ અધિકારી બી. જે પટેલ, ડેપ્યુટી કલેક્ટર યોગરાજ સિંહ જાડેજા સહિત વિવિધ વિભાગોના અધિકારી ઓ તથા કર્મચારી અને પ્રતિનિધિ ઓ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande