રાજૌરીના એક દૂરના વિસ્તારમાં આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ
રાજૌરી, નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.). સુરક્ષા દળોએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક દૂરના વિસ્તારમાં એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો. સુરક્ષા દળોએ આ ઠેકાણા ને તોડી પાડીને 10 અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર (યુબીજીએલ) અને અન્ય સામગ્રી જપ્ત ક
રાજૌરીના એક દૂરના વિસ્તારમાં આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ


રાજૌરી, નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.). સુરક્ષા દળોએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક દૂરના વિસ્તારમાં એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો. સુરક્ષા દળોએ આ ઠેકાણા ને તોડી પાડીને 10 અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર (યુબીજીએલ) અને અન્ય સામગ્રી જપ્ત કરી છે.

અધિકારીએ જણાવ્યું કે, પોલીસ અને સેના દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન થન્નામંડી વિસ્તારના દારા બરાચરા ગામમાં આ ઠેકાણાની શોધ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, યુબીજીએલ ઉપરાંત, સર્ચ પાર્ટીઓએ ક્ષતિગ્રસ્ત દારૂગોળાનો ડબ્બો, એક ધાબળો, પ્લાસ્ટિકની તાડપત્રી, દવાના બે પેકેટ, કેટલાક વાસણો અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ પણ જપ્ત કરી છે. જોકે અધિકારીએ જણાવ્યું કે, આ કાર્યવાહી દરમિયાન કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande