નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.) મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (એમયુડીએ) એટલે કે મુડાકૌભાંડના
સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ બેંગલુરુમાં 92 પ્લોટ, જેની અંદાજિત કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે, અસ્થાયી રૂપે જપ્ત કર્યા છે. આ કાર્યવાહી
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), 2002 ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી છે.
કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ મંગળવારે એક
નિવેદનમાં જણાવ્યું હતું કે,” આ કૌભાંડમાં અત્યાર સુધીમાં જપ્ત કરાયેલી કુલ
મિલકતોની રકમ 400 કરોડ રૂપિયાથી
વધુ થઈ ગઈ છે. કેન્દ્રીય એજન્સી અનુસાર, આ નવીનતમ કાર્યવાહી ચાલુ તપાસનો એક ભાગ છે.જેમાં અત્યાર
સુધીમાં 400 કરોડ રૂપિયાની
મિલકતો જપ્ત કરવામાં આવી છે.”
ઇડીએ આરોપ લગાવ્યો છે કે,” આ મિલકતો હાઉસિંગ કોઓપરેટિવ
સોસાયટીઓ અને વ્યક્તિઓ જેવી સંસ્થાઓના નામે નોંધાયેલી છે.જે પ્રભાવશાળી
વ્યક્તિઓ માટે માસ્ક અથવા ડમી છે.જેમાં મૈસુર
શહેરી વિકાસ સત્તામંડળના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.”
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે,” તેણે
લોકાયુક્ત પોલીસ મૈસુરુ દ્વારા સિદ્ધારમૈયા અને અન્ય લોકો વિરુદ્ધ ભારતીય દંડ
સંહિતા, 1860 અને ભ્રષ્ટાચાર
નિવારણ અધિનિયમ, 1988 ની વિવિધ કલમો
હેઠળ દાખલ કરાયેલી એફઆઈઆરના આધારે તપાસ શરૂ કરી છે. ઇડીની તપાસમાં મુડા સાઇટ્સની
ફાળવણી સાથે સંકળાયેલા મોટા કૌભાંડનો ખુલાસો થયો છે.
એજન્સીનો દાવો છે કે,”
છેતરપિંડીપૂર્ણ ફાળવણી કરવા માટે કાયદાકીય જોગવાઈઓ અને સરકારી આદેશો અથવા
માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.”
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ