ગીર સોમનાથ 10 જૂન (હિ.સ.) જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક વિ. આર ખેંગાર , વેરાવળ વિભાગ-વેરાવળનાઓ દ્વારા પો.સ્ટે. વિસ્તારમાં જુગાર અંગેની ગેરકાયદેસર પ્રવૃત્તી નેસ્ત-નાબુદ કરવા સખત સુચના આપેલ હોય જે અનુસંધાને તાલાલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર જે.એન.ગઢવી સાહેબનાઓની સુચના મુજબ તેમજ માર્ગદર્શન હેઠળ એ બીટ ઇન્ચાર્જ એ એસ.આઇ વાય એચ.શાહમદાર તથા પો.હેડ.કોન્સ દેવશીભાઇ રામભાઈ રામ તથા પો.કોન્સ ભાવસિંહ અરશીભાઇ ચૌહાણ તથા પો.કોન્સ, પ્રકાશભાઈ રાણાભાઇ જાદવ તથા પો.કોન્સ.સુભાષભાઇ પુજાભાઇ ભગી તથા વૃપો.કોન્સ જીગ્નાબેન રણજીતભાઈ ખેર એ રીતેના પોલીસ સ્ટાફના માણસો એ બીટ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન એ.એસ.આઇ વાય.એચ.શાહમદાર તથા પો.કોન્સ ભાવસિંહ અરશીભાઇ ચૌહાણનાઓની ચોક્કસ બાતમી હકીકતના આધારે બોરવાવ ગામે ઉપરકોટ વિસ્તારમાં રોડ ઉપર ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગંજીપતાના પાના તથા રૂપીયા/પૈસા વડે તીનપતી રોન પોલીસ નામનો નીચે જણાવેલ વિગત મુજબનો જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી તાલાલા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૭૨૫૦૭૫૨/૨૦૨૫ જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓ :-
(૧) ઇમ્તિયાજભાઈ રસુલભાઈ ગુડદી રહે બોરવાવ, ગામ તા. તાલાલા.
(૨) રમેશભાઇ વેલજીભાઈ મકવાણા, રહે, બોરવાવ, ગામ તા. તાલાલા
(3) પ્રતાપગીરી દેવગીરી અપારનાથી, રહે, બોરવાવ ગામ તા. તાલાલા
(૪) અરવિદભાઇ ઉર્દૂ પ્રેમજી ભિખુભાઇ મકવાણા, રહે,બોરવાવ ગામ તા.તાલાલા,
(૫) નિકુલભાઇ અરવિદભાઇ ઉર્દૂ પ્રેમજી મકવાણા, રહે. બોરવાવ ગામ તા.તાલાળા,
(૬) શાયરાબેન વા/ઓફ ઇરફાનભાઇ ચોટીયારા રહે. તાલાલા સીદીવાડા વિસ્તાર તા. તાલાલા
- કબ્જે કરેલ મદામાલ :-
(૧) રોકડ રકમ રૂ.૧૨૬૩૦/-
(૨) જુગાર સાહિત્ય ગંજીપતાના પાના નંગ-પર કિ.રૂા.00/00
ફૂલ મુદામાલ જેની કુલ કિ.રૂ ૧૨૬૩૦/-
> કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :-
પો..ઇન્સ જે.એન.ગઢવી તથા એ.એસ.આઈ વાય.એચ.શાહમદાર તથા પો.હેડ.કોન્સ દેવશીભાઇ રામભાઈ રામ તથા પો.કોન્સ ભાવસિંહ અરશીભાઇ ચૌહાણ તથા પો.કોન્સ પ્રકાશભાઇ રાણાભાઇ જાદવ તથા પો.કોન્સ સુભાષભાઇ પુજાભાઇ ભર્ગા તથા વુ પો.કોન્સ જીગ્નાબેન રણજીતભાઇ ખેર
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ