વડોદરા, 10 જૂન (હિ.સ.)- વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર બુટલેગરો સામે કાર્યવાહી કરતી પીસીબી પોલીસને મોટી સફળતા મળી છે. 9 જૂનના રોજ પીસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એકટીવા સ્કૂટર પર વિદેશી દારૂ લઈને જતા શખ્સને વ્હાઇટ હાઉસ પાસેની ટીપી 1 સ્પ્રીંગ એક્ઝોટીકા-2 નજીકથી ઝડપી પાડયો હતો.
પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હાલતમાં આવતા શખ્સને અટકાવતાં તેની ઓળખ મનીષ રતીલાલ પટેલ તરીકે થઈ હતી, જે વડોદરાના જેતલપુર વિસ્તારમાં રહે છે. પોલીસે તેના પાસેથી કુલ રૂ. 1.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં રૂ. 60 હજારનો વિદેશી દારૂ, રૂ. 18 હજાર રોકડ રકમ, એક મોબાઈલ ફોન અને લગભગ રૂ. 50 હજારની કિંમતનું એકટીવા સ્કૂટર શામેલ છે.
આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી માટે આરોપીને ગોત્રી પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યો છે. શહેરમાં દારૂના દંધા સામે પીસીબી પોલીસે ચલાવેલી આ કાર્યવાહી બુટલેગરોમાં ફફડાટ ફેલાવે તેવો દ્રષ્ટાંતો બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે