ચાણસ્મામાં ભંગારવાડામાંથી ચોરીના કોપર વાયર સાથે શખ્સ ઝડપાયો
પાટણ, 10 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાના ચાણસ્મા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક ભંગારવાડામાંથી ચોરીના તાંબાના વાયર મળતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેમાંથી 11,880 રૂપિયાના 19.8 કિલો કોપર વાયર જપ્ત કરવામાં આવ્યા છે. પાટણના પોલીસ અધિક્ષક વી.કે. ન
ચાણસ્મામાં ભંગારવાડામાંથી ચોરીના કોપર વાયર સાથે શખ્સ ઝડપાયો


પાટણ, 10 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાના ચાણસ્મા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક ભંગારવાડામાંથી ચોરીના તાંબાના વાયર મળતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેમાંથી 11,880 રૂપિયાના 19.8 કિલો કોપર વાયર જપ્ત કરવામાં આવ્યા છે.

પાટણના પોલીસ અધિક્ષક વી.કે. નાયકની સૂચનાથી મિલકત વિરુદ્ધના ગુનાઓ સામે કાર્યવાહી માટે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી. ચૌધરી અને પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ચાણસ્મા જીઆઈડીસી વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે પટેલ વે બ્રિજની બાજુમાં આવેલા ભંગારના વાડામાં તપાસ કરતા ત્યાંથી વિજયભાઈ સામજીભાઈ પટણી (ઉ.વ. 50)ના કબજામાંથી ચોરી કે છળકપટથી મળેલા કોપર વાયર મળ્યા હતા. આરોપી હાલમાં ચાણસ્મા જીઆઈડીસીમાં રહે છે અને મૂળ અમદાવાદના નવા બાપુનગર વિસ્તારનો રહેવાસી છે. આરોપી વિરુદ્ધ BNSS કલમ 35(1)(E) હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande