વયોવૃધ્ધ મહીલાઓને શિકાર બનાવતી, રીક્ષા ગેંગનો સાગરીત ઝડપાયો
સુરત, 10 જૂન (હિ.સ.)-શહેરમાં વયોવૃધ્ધ મહીલાઓને રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસાડી સોનાના દાગીનાની ચોરી કરતા રીઢા આરોપીને રાંદેર પોલીસે ઝડપી પાડયા છે અને આરોપી પાસેથી સોનાની બંગડીઓ તથા રીક્ષા સહીત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. શ
Arrest


સુરત, 10 જૂન (હિ.સ.)-શહેરમાં વયોવૃધ્ધ મહીલાઓને રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસાડી સોનાના દાગીનાની ચોરી કરતા રીઢા આરોપીને રાંદેર પોલીસે ઝડપી પાડયા છે અને આરોપી પાસેથી સોનાની બંગડીઓ તથા રીક્ષા સહીત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

શહેરમાં છેલ્લા ઘણા સમયથી રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડીને આગળ પાછળ કરી ધ્યાન ચુકવીને તેઓને પહેરેલ ઘરેણાની લુંટ,ચોરીના બનાવ બનતા હોય જે બનાવો અટકાવવા સૂચના આપવામાં આવી હતી.જેથી રાંદેર પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમ્યાન મળેલ બાતમીને આધારે આરોપી હિતેશભાઈ નાનજીભાઈ મકવાણા ( રહે- ગુરુકળ સામે ડભોલી ) નાઓને ઝડપી પાડયા હતા,તેમજ તેના ખીસ્સા ચેક કરતા એક સોનાની બંગડી મળી આવી હતી.જે બાબતે પૂછતા તેને ઉગત નેહર પર એક આધેડ મહિલાને રીક્ષામાં બેસાડી તેના હાથમાંથી કાઢી લીધી હતી.આજ રીતે ગણપતી મંદીરની પાસેથી અન્ય એક વયો વૃદ્ધ મહિલાને પણ રીક્ષામાં બેસાડી તેની પાસેથી પણ સોનાનો પાટલો હાથમાથી કાઢી લીધો હતો.આ રીતે આરોપી વયોવૃદ્ધ મહિલાઓને શિકાર બનાવતો હતો.પોલીસે આરોપી પાસેથી સોનાની બંગડી તથા ઓટો રીક્ષા સહીત કુલ્લે રૂ.1.47 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande