વરસાદથી ક્ષતિગ્રસ્ત ભુજ અંજાર ગાંધીધામ સ્ટેટ હાઈવે ઝડપથી દુરસ્ત થશે
ભુજ – કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) કચ્છ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રીપેરીંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કચ્છના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તબક્કાવાર રીતે વિવિધ રોડનું સમારકામ કરીને પરિવહન માટે સુગમ બનાવવામાં આવી રહ્યા છે. કચ્છના મુખ્
ભુજ પાસેના ધોરીમાર્ગ ઉપર ચાલી રહેલી કામગીરી


ભુજ – કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) કચ્છ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રીપેરીંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કચ્છના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તબક્કાવાર રીતે વિવિધ રોડનું સમારકામ કરીને પરિવહન માટે સુગમ બનાવવામાં આવી રહ્યા છે. કચ્છના મુખ્ય શહેરોને જોડતા ભુજ, અંજાર, ગાંધીધામ માર્ગને ઝડપથી દુરસ્ત કરવાનું કાર્ય પ્રગતિમાં છે.

દોઢ કિલોમીટર સુધીના રોડમાં ભારે ખાડાઓમાં પેચવર્ક

અંજાર શહેરથી ભુજ તેમજ ગાંધીધામને જોડતા માર્ગ પર ભારે વરસાદથી ખાડાઓ પડ્યાં હતા. જોકે, માર્ગ અને મકાન વિભાગ રાજ્યની ટીમ દ્વારા અંજાર શહેરમાં ચિત્રકૂટથી આશાબા જંક્શન સુધી રોડમાં ડામર પેચવર્કની કામગીરી કરવામાં આવી છે. અત્યાધુનિક મશીનરી તેમજ માનવશ્રમ સાથે ડામર પેચવર્કની કામગીરી અંદાજે દોઢ કિલોમીટર સુધીના રોડમાં કરવામાં આવી છે.

જિલ્લાના વિવિધ માર્ગોનું સમારકામ પણ ચાલુ

માર્ગના દુરસ્તીકરણને પ્રાથમિકતા આપીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુરજોશમાં કામગીરી કરાઈ છે. ભુજ-અંજાર-ગાંધીધામ સ્ટેટ હાઈવે ઉપર તબક્કાવાર રીતે ડામર પેચવર્કની કામગીરી શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં આયોજનબદ્ધ રીતે પેચવર્ક, રોડરસ્તાઓ રીપેરીંગ કામગીરી ચાલુ રહેશે. નાગરિકો માટે પરિવહન સુગમ બને એ બાબતને પ્રાથમિકતા આપીને કચ્છના વિવિધ માર્ગોના દુરસ્તીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande