પાટણના રસ્તાઓની હાલત અંગે, ધારાસભ્ય કિરીટ પટેલે તાત્કાલિક કાર્યવાહી માટે સૂચના આપી
પાટણ, 18 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરના ખસ્તાહાલ રસ્તાઓની સમસ્યાને લઈને ધારાસભ્ય કિરીટ પટેલે આજે અધિકારીઓ સાથે સ્થળ પર મુલાકાત લીધી હતી. ટી-આકારના ઓવરબ્રિજના સર્વિસ રોડ સહિત અનેક વિસ્તારોમાં રોડની બિસ્માર હાલતથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો
પાટણના રસ્તાઓની હાલત અંગે ધારાસભ્ય કિરીટ પટેલે તાત્કાલિક કાર્યવાહી માટે સૂચના આપી


પાટણના રસ્તાઓની હાલત અંગે ધારાસભ્ય કિરીટ પટેલે તાત્કાલિક કાર્યવાહી માટે સૂચના આપી


પાટણ, 18 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરના ખસ્તાહાલ રસ્તાઓની સમસ્યાને લઈને ધારાસભ્ય કિરીટ પટેલે આજે અધિકારીઓ સાથે સ્થળ પર મુલાકાત લીધી હતી. ટી-આકારના ઓવરબ્રિજના સર્વિસ રોડ સહિત અનેક વિસ્તારોમાં રોડની બિસ્માર હાલતથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓને કારણે અકસ્માતોની ઘટનાઓ પણ વધી રહી છે.

શહેરમાં જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર લાઇન, વીજ કંપનીની અંડરગ્રાઉન્ડ કેબલિંગ અને વરસાદી પાણીના નિકાલ માટે ચાલી રહેલી કામગીરીને કારણે રસ્તાઓ વધારે તૂટી ગયા છે. રાજમહેલ રોડના ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડની પણ કથળી ગયેલી સ્થિતિ ધ્યાનમાં આવી છે. સિદ્ધરાજનગર, રાજનગર અને દેવપુરી સોસાયટીમાં રોડનું લેવલ નીચું હોવાથી વરસાદી પાણી ભરાઈ જાય છે.

ધારાસભ્ય કિરીટ પટેલે નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ, એન્જિનિયર, જીયુડીસીના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજી હતી. તેમણે ખાડાઓનું તાત્કાલિક સમારકામ કરવાની સૂચના આપી હતી અને નિવારણ માટે, પોતાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી નાણાં ફાળવવાની પણ તૈયારી દર્શાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande