પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેર અને જીલ્લામા માથભારે શખ્સો સામે પોલીસ કડક હાથ કામગીરી કરી રહી છે અને તેમને કાયદાનુ ભાન કરવી રહી છે. પોરબંદરના વિસાવાડા ગામના વેપારીને ભુંડી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી અપનાર ઓડેદરાની પોલીસે અટકાયત કરી હતી અને તેમની પાસે રીકન્ટ્રકશન કરવામાં આવ્યુ હતુ.
આ માથાભારે શખ્સ સામે મારમારી, ધાકધમકી અને પ્રોહિબીશન સહિતના ગુન્હા નોંધાયા છે. આ શખ્સે વધુ એક વખત વેપારીને ધમકી આપતા મિંયાણી મરીન પોલીસે તેમની શાન ઠેકાણે લાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya