આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે, એમઓટીએ અને સીઆઈએલ એ, ભાગીદારી કરી
નવી દિલ્હી, 18 જુલાઈ (હિ.સ.) આદિવાસી બાબતોના મંત્રાલય (એમઓટીએ) અને કોલ ઇન્ડિયા લિમિટેડ (સીઆઈએલ) એ છત્તીસગઢ રાજ્યમાં આદિવાસી વિદ્યાર્થીઓને, આપવામાં આવતી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ભાગીદારી કરી છે. સીઆઈએલ તેની કોર્પોરે
એકલવ્ય


નવી દિલ્હી, 18 જુલાઈ (હિ.સ.) આદિવાસી બાબતોના મંત્રાલય (એમઓટીએ) અને કોલ ઇન્ડિયા

લિમિટેડ (સીઆઈએલ) એ છત્તીસગઢ

રાજ્યમાં આદિવાસી વિદ્યાર્થીઓને, આપવામાં આવતી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે

ભાગીદારી કરી છે. સીઆઈએલ તેની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) હેઠળ છત્તીસગઢમાં

68 એકલવ્ય મોડેલ

રેસિડેન્શિયલ સ્કૂલ (ઇએમઆરએસ) ને સહાય પૂરી પાડશે, જેનો લાભ 28,000 થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને મળશે.

આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર કરાયેલી

માહિતી અનુસાર, “સીઆઈએલ એ સીએસઆર પહેલ હેઠળ

મંત્રાલયને સહાય કરવાની જાહેરાત કરી છે. સીઆઈએલમંત્રાલયને 10 કરોડ રૂપિયા

આપશે, જેનો ખર્ચ આ

શાળાઓમાં કમ્પ્યુટર લેબ સ્થાપિત કરીને, લગભગ 3200 કમ્પ્યુટર અને 300 ટેબલેટ ખરીદીને, છોકરીઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે શાળાઓ અને

છાત્રાલયોમાં લગભગ 1200 સેનિટરી નેપકિન

વેન્ડિંગ મશીનો સ્થાપિત કરીને ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે.

આ સાથે, આ ભંડોળમાંથી

વિદ્યાર્થીઓ માટે વ્યાપક માર્ગદર્શન અને વિદ્યાર્થીઓ માટે રહેણાંક ઉદ્યોગસાહસિકતા

શિબિરોનું આયોજન કરવામાં આવશે.”

ઉલ્લેખનીય છે કે, એમઓટીએ એ અનુસૂચિત જનજાતિના બાળકોને

ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટે, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (ઇએમઆરએસ) ની સ્થાપના કરી

છે. જેથી તેઓ ઉચ્ચ અને વ્યાવસાયિક શિક્ષણ અભ્યાસક્રમોમાં તકોનો લાભ લઈ શકે અને

વિવિધ ક્ષેત્રોમાં લાભદાયી રોજગાર મેળવી શકે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું

પાડવા ઉપરાંત, ઇએમઆરએસ તેમના પોષણ, એકંદર આરોગ્ય અને

વિકાસનું પણ ધ્યાન રાખે છે. આજે દેશભરમાં 479 ઇએમઆરએસ કાર્યરત છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande