સુરત, 19 જુલાઈ (હિ.સ.)- અલથાણ કેનાલ રોડ વિસ્તારમાં રહેતા વેપારી સાયબર ક્રાઈમ ફ્રોડનો શિકાર બન્યા છે. ભેજાબાજાઍ વેપારીને તેમના મોબાઈલ ઉપર ફોન અપડેટની લીંક મોકલી હતી જે લીંક ઉપર તેઓએ ક્લીક કરવાની સાથે જ તેમના બેન્કના ખાતામાંથી નવ તબક્કામાં રૂપિયા 1.99 લાખ ટ્રાન્સપર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આકાશ અર્થ સોસાયટી, અલથાણ ભીમરાડ કેનાલ રોડ ખાતે રહેતા 54 વર્ષીય વેપારી પ્રસાદભાઈ મધુકરભાઈ રાવતોલે સાથે ફેડ થયો છે. સાયબર માફિયાઓએ તેમના મોબાઈલ ફોનમાં ફોન અપડેટ અંગેની લીંક મોકલી હતી. જે લીંક ઉપર કલીક કરવાની સાથે જ તેમના ખાતામાંથી 30 જૂન 2025 થી 10 જુલાઈ 2025 સુધીમાં તેમના બેન્ક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી નવ તબક્કામાં કુલ રૂપિયા 1,99,987 ટ્રાન્સફર થયા હતા. અલથાણ પોલીસે પ્રસાદભાઈની ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે