સુરત, 19 જુલાઈ (હિ.સ.)- શહેરના ડુમ્મસ વિસ્તારમાં સાઇલેન્ટ ઝોન વિસ્તારમાં ગતરોજ એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી બે વાછરડીઓને ટક્કર મારી હતી. જેના કારણે એક વાછરડીનું ઘટના સ્થળે કરુ મોત નીપજ્યું હતું. જ્યારે બીજી વાછરડીને શરીર ગંભીર ઈજા પહોંચી હતી અને પગલે સ્થાનિક વ્યક્તિ દ્વારા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે પીપલોદ વિસ્તારમાં વિજય સેલ્સ ની બાજુમાં આવેલ દીપાર્ક સોસાયટીમાં રહેતા રાજકુમાર નવીનકુમાર સોલંકી ડુમસ પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે પશુને મારી નાખવાનો ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે તારીખ 17/7/2025 ના રોજ રાત્રે 12:30 થી વહેલી સવારના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે પોતાના કબજાનું વાહન પુરપાડ ઝડપે અને ગફલત ભરી રીતે અહંકારી લાવી બે વાછરડીઓને અડફેટે લીધી હતી. જે પૈકી એક વાછરડીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે બીજી વાછરડી હાલમાં પણ સારવાર હેઠળ છે. જેથી આખરે વ્રજકુમારે આ મામલે ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે