પાટણ, 19 જુલાઈ (હિ.સ.)પાટણ નગરપાલિકાના વર્તમાન ચીફ ઓફિસર અલ્પેશ પટેલની બદલી કરવામાં આવી છે. તેમને હવે ગાંધીનગર ઝોનના નગરપાલિકા પ્રાદેશિક કમિશનર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે.
અલ્પેશ પટેલના સ્થાને હિરલ ઠાકરની પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. શ્રીમતી હિરલ ઠાકર હવે નગરપાલિકાનો સંપૂર્ણ વહીવટી કાર્યભાર સંભાળશે.
આ ફેરબદલી સાથે પાટણ નગરપાલિકામાં નવા નેતૃત્વનો પ્રારંભ થશે અને વહીવટમાં તાજું દિશાનિર્દેશ મળશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર