અમરેલી 19 જુલાઈ (હિ.સ.) ચાલા ખાતે ભાજપના શક્તિકેન્દ્ર સયોજકશ્રીઓની સત્યાપન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જૂનાગઢ જિલ્લાના પૂર્વ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા (PunitSharma72) વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી (kananiatul13) તેમજ ધારી-બગસરા વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી જેળુભા કાકડિયા (j v kakadiya)એ પણ કાર્યક્રમમાં હાજરી આપી શક્તિકેન્દ્ર સંયોજકશ્રીઓ સાથે સક્રિય ચર્ચા કરી હતી.
આ બેઠકમાં આવતા સમયમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શક્તિકેન્દ્ર સંયોજકશ્રીઓએ કેન્દ્રોમાં ચાલી રહેલા વિવિધ કાર્ય તેમજ સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો વિશે માહિતી આપી. આગામી મહત્ત્વના આયોજનોને સફળ બનાવવા માટે વિવિધ વિભાગોને જવાબદારી આપવામાં આવી.
અધિકારીઓએ આયોજન તેમજ કાર્યપદ્ધતિમાં એકરૂપતા લાવવાના સૂચનો આપ્યા હતા અને કાર્યકરોને સંગઠન કાર્યક્ષેત્રે વધુ ઉત્તમ કામગીરી માટે પ્રોત્સાહિત કર્યા હતા. શક્તિકેન્દ્ર સંયોજકશ્રીઓ સાથે સાથે મંડળ પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓએ પણ બેઠકમાં હાજરી આપી વિગતવાર ચર્ચા કરીને કાર્યક્રમોની વિગતો મેળવી હતી.
આ બેઠક દ્વારા સંગઠનની મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા અને આયોજન થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek