પુણામાં લેસપટ્ટીના વેપારીની હત્યાની કોશિશથી ચકચાર
સુરત, 19 જુલાઈ (હિ.સ.)- શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલ મુક્તિધામ સોસાયટીમાં ગતરોજ એક વેપારી લેસપટ્ટીનો માલ લેવા માટે ગયો હતો. લેસપટ્ટીનો માલ લીધા બાદ વેપારી પોતાના કારખાને પરત જતો હતો ત્યારે મુક્તિધામ સોસાયટીમાં જ રહેતા યુવકે તેને એલફેલ ગાળો આપી હતી.
પુણામાં લેસપટ્ટીના વેપારીની હત્યાની કોશિશથી ચકચાર


સુરત, 19 જુલાઈ (હિ.સ.)- શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલ મુક્તિધામ સોસાયટીમાં ગતરોજ એક વેપારી લેસપટ્ટીનો માલ લેવા માટે ગયો હતો. લેસપટ્ટીનો માલ લીધા બાદ વેપારી પોતાના કારખાને પરત જતો હતો ત્યારે મુક્તિધામ સોસાયટીમાં જ રહેતા યુવકે તેને એલફેલ ગાળો આપી હતી. જેથી વેપારીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા યુવકે તેને ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દઈ હત્યાની કોશિશ કરી હતી. બનાવને પગલે ભોગ બનનાર વેપારીએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની અને સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલ વિક્રમ નગર સોસાયટીમાં રહેતા ઉદય મનુભાઈ પટગીર લેસપટ્ટીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તારીખ 18/7/2025 ના રોજ સવારે 10:30 થી 11:00 વાગ્યાના સમયગાળા દરમિયાન ઉદયભાઇ પોતાની બાઇક લઇ પુણા ગામમાં જ આવેલ મુક્તિધામ સોસાયટીમાં લેસ પટ્ટી નો માલ લેવા માટે ગયા હતા. ઉદયભાઇ લેસ પટ્ટીનો માલ લઈ પરત કારખાના પર આવવા નીકળ્યા હતા ત્યારે મુક્તિધામ સોસાયટીમાં જ રહેતા હિતેશ માધાભાઈ નકુમ નામના ઇસમે તેમને અટકાવ્યો હતો અને એલફેલ ગાળો આપી હતી. જેથી ઉદયભાઇએ તેમને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા હિતેશે તેમની પાસે રહેલું ચપ્પુ ગાડી ઉદયભાઇને મોઢા પર સાથળ પર પીઠ પર ઉપરા છાપરી ઘા મારી દીધા હતા અને જીવલેણ હુમલો કરી તને આજે જાનથી પતાવી દેવો છે તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી આખરે ભોગ બનનાર વેપારી ઉદયભાઇએ આ મામલે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande