નાણાકીય છેતરપિંડી રોકવા જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
અમરેલી, 19 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામના જાગૃત નાગરિક ચિરાગભાઈ વિનુભાઈ હિરપરા દ્વારા પત્ર લખી જણાવવામાં આવ્યું છે કે વાણિજ્ય ક્ષેત્ર હાલ હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે આ ક્ષેત્રમાં પેઢી કે ઉદ્યોગગૃહોને નાણાકીય છેતરપ
નાણાકીય છેતરપિંડી રોકવા જાગૃત નાગરિકે સીએમને પત્ર લખ્યો


અમરેલી, 19 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામના જાગૃત નાગરિક ચિરાગભાઈ વિનુભાઈ હિરપરા દ્વારા પત્ર લખી જણાવવામાં આવ્યું છે કે વાણિજ્ય ક્ષેત્ર હાલ હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે આ ક્ષેત્રમાં પેઢી કે ઉદ્યોગગૃહોને નાણાકીય છેતરપિંડીનો ભોગ બનાવનાર જેટગતિએ કામ કરી રહ્યા છે. જેના કારણે અનેક પેઢી ઉદ્યોગગૃહોનું પતન થઈ રહ્યું છે. ત્યારે હાલ દેશમાં છેતરપિંડીનો ભોગ બનનાર પેઢી ઉદ્યોગગૃહના માલિકોને ડૂબેલ નાણા પરત મેળવવા માટે કાયદાકીય કાર્યવાહીમાં કાયદો ગોકળગતીએ કામ કરી રહ્યો છે જેથી ભોગ બનનાર પેઢી કે ઉદ્યોગગૃહોના માલિકોને નાણાં પરત મેળવવા વર્ષો વીતી જાય અથવા તો ઠામુકા નાણા ડૂબે છે. પેઢી ઉદ્યોગગૃહો ઊભા કરવા માટે તેના માલિકો દ્વારા મૂળ મૂડી બેંક લોન ખાનગી લોન કે પોતાની બચત રોકી શરૂ કરેલ મૂડીનું ધોવાણ થવાથી અથવા વર્ષો સુધી નાણાં પરતના મળવાથી પેઢી ઉદ્યોગ બંધ કરવાનો વારો આવી રહ્યો છે. જેના કારણે માલિકો પાયમાલ થઈ રોડ પર આવી જાય છે અને જીવન ટૂંકાવા જેવા બનાવો પણ બને છે. આમ પેઢી ઉદ્યોગગૃહના માલિકના નુકસાન ની સાથે દેશનો ઔદ્યોગિક વિકાસ પણ અટકે છે અને દેશને ટેક્સની થતી આવક પણ બંધ થાય છે. ત્યારે હાલના કાયદાઓ પર સમીક્ષા કરી ભોગ બનનાર પેઢી ઉદ્યોગગૃહ ના માલિકોને માસ બે માસ જેવી ટૂંકા ગાળાની કાયદાકી પ્રક્રિયાઓમાં ન્યાયીક ચુકાદાઓ ઝડપી આવે અને છેતરપિંડી કરનાર વ્યક્તિ પેઢી ઉદ્યોગકાર ના માલિક પર ફરિયાદની સાથે કાયદાકીય પ્રક્રિયા દરમિયાન વ્યક્તિ પેઢી કે ઉદ્યોગના જરૂરી પુરાવાઓ પાનકાર્ડ પાસપોર્ટ મિલકતના દસ્તાવેજ જપ્ત કરે અને બેન્ક એકાઉન્ટ જીએસટી નંબર ચુકાદો આવ્યાથી ભોગ બનનારના નાણા પરત ના કર્યા સુધી સીઝ રાખે વગેરે જેવા જરૂરી યોગ્ય ફેરફારો કરવા આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande