ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે ફિટ ઈન્ડિયા મુવમેન્ટ હેઠળ ખાદ્ય તેલના પ્રમાણસર વપરાશ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર, 19 જુલાઈ (હિ.સ.) : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “મન કી બાત”માં ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત દૈનિક જીવનમાં ખાદ્ય તેલના વપરાશમાં ૧૦% ઘટાડો કરવા આહવાન કર્યું હતું. આ અનુક્રમમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે એન.એસ.એસ. યુનિટ
ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી


ગાંધીનગર, 19 જુલાઈ (હિ.સ.) : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “મન કી બાત”માં ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત દૈનિક જીવનમાં ખાદ્ય તેલના વપરાશમાં ૧૦% ઘટાડો કરવા આહવાન કર્યું હતું. આ અનુક્રમમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે એન.એસ.એસ. યુનિટ અને એજ્યુકેશન વિભાગના સંયુક્ત ઉપક્રમે “ફિટ ઈન્ડિયા” અભિયાન અંતર્ગત ખાદ્ય તેલના પ્રમાણસર વપરાશ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કુલપતિ ડૉ. ટી.એસ. જોષીના માર્ગદર્શન હેઠળ અને કુલસચિવ ડૉ. નિલેશ પંડ્યાની અધ્યક્ષતામાં યૂનિવર્સિટી પરિસરમાં યોજાયો હતો.

કુલસચિવ ડૉ. નિલેશ પંડ્યાએ વિદ્યાર્થીઓને દૈનિક ખાદ્ય આહાર, તેલના યોગ્ય અને મર્યાદિત ઉપયોગ, યોગ, પ્રાણાયામ અને કસરતના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે બહારના ભોજનને ટાળી આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાની સૂચના આપી. હોમસાયન્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કૃષ્ણા ઠક્કરે મુખ્ય વક્તા તરીકે “Fit With Fast: The Science of Moderate Oil Intake” વિષય પર રસપ્રદ માહિતી આપી. ડૉ. શિલ્પા વાળાએ “ઈટ રાઈટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત ગુજરાતી પરિવારોમાં મગફળી અને તલના તેલના ઉપયોગને ઉત્તમ પોષક વિકલ્પ તરીકે રજુ કરતાં જણાવ્યું કે તેલ આપણું શક્તિસ્રોત છે, પણ તેનું પ્રમાણ સીમિત હોવું જરૂરી છે જેથી અસંતૃપ્ત ચરબી અને પ્રોટીનની જરૂરિયાત સંતોષી શકાય.

આ કાર્યક્રમમાં સમાજકાર્ય અને હોમસાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ અને એજ્યુકેશનના અધ્યક્ષશ્રી પ્રો. અશ્વિન નિસરતા, વિભાગના અધ્યક્ષશ્રીઓ તેમજ પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતે તજજ્ઞોના માર્ગદર્શન આધારે રોજિંદા ભોજનમાં ૧૦% ખાદ્ય તેલ ઘટાડવાનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો. આ કાર્યક્રમનું સંચાલન અને સંકલન ડૉ. શિલ્પા વાળાના દ્વારા કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande