ગાંધીનગર, 19 જુલાઈ (હિ.સ.) : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલયના NSS સ્વયંસેવકો ગુજરાતનાં મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ધર્મપત્ની અને ગુજરાતનાં પ્રથમ મહિલા નાગરિકના જન્મદિન નિમિત્તે ગુજરાત રાજભવન ખાતે આયોજિત રકતદાન શિબિર માટે ૬૫ થી વધુ સ્વયંસેવકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેમાંથી રાજભવનની મેડિકલ ટીમ દ્વારા સ્વાસ્થ્ય બાબતે ફિટ જાહેર કરેલ તમામ સ્વયંસેવકો એ રકતદાન કર્યું હતું.
ગાંધીનગર સ્થિત AAPCC, BPCBA, MMPISR, BPCCS, LDRP કોલેજના સ્વયંસેવકો રકતદાનમાં જોડાયા હતા. યુનિવર્સિટી પ્રોગ્રામ કોઓર્ડીનેટર ધર્મેન્દ્રસિંહ રાઠોડ, નોરીન વેપન્ના, પાર્થ પરમાર, કૌશિક સિંધવા, ભાવિક પંડયા દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ