પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : પોરબંદર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વાસી અને અખાદ્ય પદાર્થોને કારણે લોકોનું આરોગ્ય ન જોખમાય તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં તા. 1જૂન 2025 થી તા.15 જુલાઈ સુધીમાં
કુલ 17 સેમ્પલ આંગણવાડી તથા મીડ ડે મેઈલમાંથી લેવામાં આવ્યા હતાં તેમજ જિલ્લાના તાલુકા તેમજ પોરબંદર શહેર માંથી કુલ 15 નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.આગામી સમયમાં વાસી પદાર્થોનું વેચાણકર્તાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya