ગાંધીનગર, 19 જુલાઈ (હિ.સ.) : ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા સ્ટેમ એજ્યુકેશન અંતર્ગત ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકો માટે રમત દ્વારા ભૌમિતિક વિઝ્યુલાઇઝેશન વિષય પર એક દિવસીય કાર્યશાળાનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન દ્વારા કરવામાં આવેલ હતું.
આ કાર્યશાળાનો મુખ્ય ઉદેશ્ય વર્ગખંડમાં ગણિત અનુભવ આધારિત અને હેન્ડસ ઓન પ્રવૃત્તિઓના માધ્યમથી ભાર વિનાનું ગણિત શીખવવાનો હતો. આ વર્કશોપમાં કુલપતિ ડૉ. ટી. એસ. જોશી દ્વારા સહભાગીઓને ગણિત વ્યવહારિક જીવનમાં ઉપયોગી બની રહે તે હેતુથી વિદ્યાર્થીઓ સુધી એને પહોંચાડવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. સ્કૂલ એજ્યુકેશનના અધ્યક્ષ પ્રો. રણજીતસિંહ પવાર દ્વારા પ્રવૃત્તિ આધારિત શિક્ષણના મહત્વને દર્શાવતું સેશન રાખવામાં આવેલ હતું. આ કાર્યકમના રિસોર્સ પર્સન તરીકે ડૉ. હર્ષુલ બ્રહ્મભટ્ટ, આસિસ્ટન્ટ પ્રોફેસર, સ્કૂલ એજ્યુકેશને કાર્ય કરેલ હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્કૂલ એજ્યુકેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ