પ્લાસ્ટિક પોલ્યુશન અંતર્ગત સાફ-સફાઈ હાથ ધરવામાં આવી
ભાવનગર, 19 જુલાઈ (હિ.સ.) Ending Plastic Pollution અભિયાન અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ શહેરમાં આવેલા મુખ્ય ફ્રુટ માર્કેટ અને શાકભાજી માર્કેટ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં વિશેષ સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. હાલના સમયમાં પ્લાસ્ટિક પ્રદૂષ
પ્લાસ્ટિક પોલ્યુશન અંતર્ગત સાફ-સફાઈ હાથ ધરવામાં આવી


ભાવનગર, 19 જુલાઈ (હિ.સ.) Ending Plastic Pollution અભિયાન અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ શહેરમાં આવેલા મુખ્ય ફ્રુટ માર્કેટ અને શાકભાજી માર્કેટ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં વિશેષ સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. હાલના સમયમાં પ્લાસ્ટિક પ્રદૂષણ મોટા પાયે એક ગંભીર સમસ્યા બની છે, જેનાથી પ્રકૃતિ અને માનવ જીવન પર પડકારો ઊભા થયા છે. આવી સ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર સ્થળોને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને સ્વચ્છતા જાળવવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ today's ઝુંબેશ અંતર્ગત ફ્રુટ માર્કેટ તથા શાકભાજી બજારમાં અવરજવર કરતા વ્યાપારીઓ તેમજ નાગરિકોને પ્લાસ્ટિક બેગના ઉપયોગ અંગે જાગૃતિ લાવવામાં આવી હતી અને પ્લાસ્ટિક મુક્ત બજાર બનાવવા અપીલ કરવામાં આવી હતી. તેમજ તમામ દુકાનદારોને કપડા કે કાગળની બેગ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બજાર વિસ્તારની સઘન સફાઇ કરી પ્લાસ્ટિક તેમજ અન્ય કચરાનું ઉચીપત્તિ કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું હતું.

સફાઇ ઝુંબેશ દરમ્યાન નગરસેવકો, મ્યુનિસિપલ સ્ટાફ તથા સ્વયંસેવકોની ટીમ દ્વારા લોકોને પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. Ending Plastic Pollution અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા સતત આવા આયોજનો થકી ભાવનગર શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પ્રયાસ કરાઇ રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande