જિલ્લા કલેકટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ
અમરેલી 19 જુલાઈ (હિ.સ.) : આજરોજ અમરેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અમરેલી જિલ્લાના લોકસભા સાંસદ માન. કૌશિકભાઈ વેકરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સાંસદશ્રીએ શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં
જિલ્લા કલેકટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ


અમરેલી 19 જુલાઈ (હિ.સ.) : આજરોજ અમરેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અમરેલી જિલ્લાના લોકસભા સાંસદ માન. કૌશિકભાઈ વેકરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સાંસદશ્રીએ શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિવિધ વિકાસકામોની સમીક્ષા કરી હતી. તેમણે નોંધ લીધેલી કામગીરીઓની પ્રગતિ અંગે જિલ્લા અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી અને કામોમાં ગતિ લાવવાની સૂચનાઓ આપી હતી.

સાંસદ કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, અમરેલી શહેર તેમજ જિલ્લાના ગામડાઓમાં પાઇપલાઇન, રસ્તા, ડ્રેનેજ સિસ્ટમ, પાણી પુરવઠા જેવી પાયાની સવલતો ઝડપથી લોકો સુધી પહોંચે તે દિશાએ તંત્રએ સતત કામ કરવું જોઈએ. જિલ્લા વહીવટી તંત્ર અને વિસ્તરણ વિભાગોને ખાસ તાકીદ કરી હતી કે સ્થળ પર કામોની નિયમિત મોનિટરિંગ કરીને ગુણવત્તાયુક્ત કામગીરી સુનિશ્ચિત કરાય.

બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓએ પોતપોતાના વિભાગની કામગીરી અંગે માહિતી આપી હતી. જેમાં AMRUT યોજના, PMGSY માર્ગો, નગરપાલિકાના વિકાસ કામો, આરોગ્ય, શિક્ષણ અને ગ્રામિણ પાણી પુરવઠા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તાલુકાવાર કામોની માહિતી રજૂ કરી કાર્યક્ષમતા વધારવાના સૂચન કરાયા.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકા મુખ્ય અધિકારીઓ, આરોગ્ય અને શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક અંતે સાંસદશ્રીએ દરેક વિભાગને વિકાસની કામગીરીમાં પારદર્શિતા અને ઝડપ લાવવા માટે ફરજિયાત પગલાં ભરવા સૂચન આપ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande