Gujarat, 19 જુલાઈ (હિ.સ.)- મોટા વરાછા વિસ્તારમાં રહેતા યુવકને ઓનલાઈન ક્રિપ્ટો કરન્સીમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાના બહાને ભેજાબાજાઍ વિશ્વાસમાં લઈ રૂપિયા 56.82 લાખનો ફ્રોડ કરવામાં આવ્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.
સાયબર ક્રાઈમ પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ મોટા વરાછા. રિવર વ્યુ હાઈટ્સમાં રહેતા મીતકુમાર કિશોરભાઈ મનજીભાઈ ગોધાણીને જાન્યુઆરી મહિનામાં વૈભાવ ગુપ્તા, વસીમ ઓઝા નામના ટેલીગ્રામ આઈ.ડી ધારક, દેસી ક્રિપ્ટો ટેલીગ્રામ ચેનલનો ઉપયોગ કરનાર, રવિન્દ્રકુમાર, અઝા વેચર્સ ટેલીગ્રામ ચેનલ બનાવી ઉપયોગ કરનાર તેમજ એઝેટએ એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લીમીટેડના ડિરેકટર મોહમંદ વસીમ દ્વારા ક્રિપ્ટો કરન્સીમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાની લોભામણી સ્ક્રીમ આપી વિશ્વાસમાં લીધા હતા. ભેજાબાજાઍ મીતકુમારને ક્રિપ્ટો કરન્સીની પ્રોજેક્ટની અટીસી ઓફર આપી ગેલ્ડ ટોકન, બેરા ટોકનમાં ઈન્વેસ્ટમેન્ટના બહાને જાન્યુઆરી થી જુન સુધીમાં 56,82,382નું રોકાણ કરાવ્યા બાદ તેમી વોલેટ આઈ.ડીમાં પરત નહી આપી છેતરપિંડી કરી હતી. સાયબર ક્રાઈમે મીતકુમારની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે