મેમદાવાદથી કોણશેલા રસ્તાની દયનિય હાલત, ગ્રામજનો દ્વારા તાત્કાલિક ઉકેલની માંગ
પાટણ, 19 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામમાં વિકાસના મોટા વચનો વચ્ચે લોકોએ ચોમાસાની ઋતુમાં કાદવ અને કીચડભરી જિંદગી જીવવી પડી રહી છે. ચોમાસાની શરૂઆત સાથે જ ગામના રસ્તાઓની હાલત બગડી છે. ખાસ કરીને મેમદાવાદથી કોણશેલા જતો રસ્તો
મેમદાવાદથી કોણશેલા રસ્તાની દયનિય હાલત, ગ્રામજનો દ્વારા તાત્કાલિક ઉકેલની માંગ


પાટણ, 19 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામમાં વિકાસના મોટા વચનો વચ્ચે લોકોએ ચોમાસાની ઋતુમાં કાદવ અને કીચડભરી જિંદગી જીવવી પડી રહી છે. ચોમાસાની શરૂઆત સાથે જ ગામના રસ્તાઓની હાલત બગડી છે. ખાસ કરીને મેમદાવાદથી કોણશેલા જતો રસ્તો કીચડ અને પાણી ભરાવાને કારણે સંપૂર્ણપણે બંધ થયો છે. આ કારણે વાહનો ફસાઈ જાય છે અને અવરજવ મુશ્કેલ બની ગઈ છે.

ખાસ કરીને ખેડૂતો અને શાળાએ જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો એ આ રસ્તાની ખરાબ સ્થિતિ અંગે અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, છતાં આજદિન સુધી કોઈપણ કામગીરી હાથ ધરાઈ નથી. પાણી અને કીચડના કારણે બાળકોના શિક્ષણ પર પણ નકારાત્મક અસર પડી છે.

મેમદાવાદના રહેવાસીઓએ સરકાર અને સ્થાનિક તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે માર્ગનું કામ શરૂ કરવાની ઉગ્ર માંગણી કરી છે. લોકોએ સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ હવે વધુ રાહ જોતા નથી. પાંચ કિલોમીટરનો આ માર્ગ વર્ષોથી અધૂરો છે અને તંત્રની નિષ્ક્રિયતા સામે અનેક સવાલો ઊભા થયા છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande