કચ્છ સહિત રાજ્યના માછીમારો 22 જુલાઈ સુધી દરિયો ન ખેડે: રાજ્ય સરકાર
ભુજ - કચ્છ, 19 જુલાઈ (હિ.સ.) : ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના ભાગોમાં આગાહી મુજબ વરસાદ ચાલુ રહ્યો છે ત્યારે ૨૨મી જુલાઇ સુધી માછીમારોને દરિયો ન ખેડવા રાજ્ય સરકાર તરફથી સૂચના જારી કરાઇ છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં ૫૮.૪૬ ટકા વરસાદ કચ્છ જિલ્લાના મોટાભા
કચ્છના બંદરો ઉપર લાંગરતી બોટ્સ


ભુજ - કચ્છ, 19 જુલાઈ (હિ.સ.) : ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના ભાગોમાં આગાહી મુજબ વરસાદ ચાલુ રહ્યો છે ત્યારે ૨૨મી જુલાઇ સુધી માછીમારોને દરિયો ન ખેડવા રાજ્ય સરકાર તરફથી સૂચના જારી કરાઇ છે.

સૌથી વધુ કચ્છ ઝોનમાં ૫૮.૪૬ ટકા વરસાદ

કચ્છ જિલ્લાના મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૧.૩૭ ટકા નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદની દ્રષ્ટીએ અત્યાર સુધીમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૫૮.૪૬ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત ઝોનમાં ૫૫.૨૯ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૪૯.૫૦ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૪૯.૩૮ ટકા જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં ૪૯ ટકા વરસાદ નોંધાયો છે.

દરિયામાં કરંટની સંભાવના

ચોમાસુ ઋતુની આગાહી મુજબ આગામી સમયમાં દરિયામાં કરંટ જોવા મળી શકે છે. પરિણામે દરિયામાં અંદર સુધી જવું હિતાવહ નથી. તેથી કચ્છના જખૌ, માંડવી, મુન્દ્રા, ભચાઉ સહિતના માછીમારોને પણ આગામી તા. ૨૨ જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande