સટ્ટાબાજી એપ કેસમાં ઈડી એ, ગુગલ અને મેટાને 21 જુલાઈના સમન્સ પાઠવ્યા
નવી દિલ્હી, 19 જુલાઈ (હી.સ.). ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસોની તપાસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, ટેકનોલોજી જાયન્ટ્સ ગૂગલ અને મેટાને નોટિસ પાઠવી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ 21 જુલાઈએ પૂછપરછ માટે આ ટેક કંપનીઓને સમન્સ પાઠવ્યા છે. સત્તાવાર સૂ
ઈડી


નવી દિલ્હી, 19 જુલાઈ (હી.સ.). ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસોની તપાસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, ટેકનોલોજી જાયન્ટ્સ ગૂગલ અને મેટાને નોટિસ પાઠવી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ 21 જુલાઈએ પૂછપરછ માટે આ ટેક કંપનીઓને સમન્સ પાઠવ્યા છે.

સત્તાવાર સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે, સટ્ટાબાજી એપ્લિકેશનો સાથે સંકળાયેલા કથિત મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં ઈડી એ ટેકનોલોજી જાયન્ટ્સ ગૂગલ અને મેટાને નોટિસ પાઠવી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ સટ્ટાબાજી એપ કેસમાં 21 જુલાઈએ ગુગલ અને મેટાને સમન્સ પાઠવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુગલ અને મેટા પ્લેટફોર્મ જાહેરાતો દ્વારા સટ્ટાબાજી એપ્સનો પ્રચાર કરી રહ્યા છે અને વપરાશકર્તાઓ સુધી તેમની ઍક્સેસ સરળ બનાવી રહ્યા છે. એજન્સી આ ગેરકાયદેસર એપ્સના પ્રમોશનમાં ડિજિટલ પ્લેટફોર્મની ભૂમિકાની તપાસ કરી રહી છે, જે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (પીએમએલએ) ના સંભવિત ઉલ્લંઘન માટે તપાસ હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ચાર સ્થળોએ મોટા બોક્સ ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાબાજીના કેસમાં દરોડા પાડ્યાના થોડા દિવસો બાદ ઈડી દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં 3.3 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ, લક્ઝરી ઘડિયાળો, ઘરેણાં, વિદેશી ચલણ અને લક્ઝરી વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન, કેન્દ્રીય તપાસ એજન્સીને રોકડ ગણતરી મશીનો પણ મળી આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande