પોરબંદરમાં એક જ દિવસમાં અપમૃત્યુના ચાર બનાવો
પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામા કામ કાળચક્ર ફરી વળ્યુ હતુ છેલ્લા 24 કલાકમાં અપમૃત્યનુ ચાર ઘટના બનતા ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી યુવક-યુવતિ, પ્રૌઢ અને વૃધ્ધાએ આપઘાત કરી લીધો હતો. પોરબંદરના વીરડી પ્લોટ વિસ્તારમાં રહેતા નરેશ માધાભાઇ ચાવડા(ઉ.
પોરબંદરમાં એક જ દિવસમાં અપમૃત્યુના ચાર બનાવો


પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામા કામ કાળચક્ર ફરી વળ્યુ હતુ છેલ્લા 24 કલાકમાં અપમૃત્યનુ ચાર ઘટના બનતા ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી યુવક-યુવતિ, પ્રૌઢ અને વૃધ્ધાએ આપઘાત કરી લીધો હતો. પોરબંદરના વીરડી પ્લોટ વિસ્તારમાં રહેતા નરેશ માધાભાઇ ચાવડા(ઉ.વ 43)નામના યુવાને અગમ્ય કારણોસર ગાળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જયારે ધરમપુરની સીમ વિસ્તારમાં રહેતા રાણીબેન ભુરાભાઇ કારાવદરા (ઉ.વ 74)નામના વૃધ્ધાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો અન્ય બનાવમાં રાણાકંડોરણા ગામે રહેતી મનીષા દિલીપભાઈ સરેલા નામની 20 વર્ષીય યુવતિએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો તેમજ રાણા-વરવાળા ગામે એકલવાયુ જીવન જીવતા દિનેશભાઈ કાનજીભાઈ ઓડેદરા(ઉ.વ51) નામના પ્રૌઢે ઝેરી દવા પી આપધાત કરી લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande