ગીર સોમનાથ 19 જુલાઈ (હિ.સ.) જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા જુનાગઢ રેન્જના આઈ.જી.પી. નિલેશ જાજડીયા જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા, તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખેંગાર તમામ પોલીસ મથકોને સખત સૂચનાઓ આપી છે કે જુગાર અને દારૂના ગેરકાયદેસર ધંધાઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સક્રિય અને નિષ્પક્ષ કામગીરી થવી જોઈએ.
આ સૂચનાઓને અનુસરીને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ
એ એસ આઈ હિતેષભાઈ નોંધણભાઈ, પો.હે.કો. કુલદિપસિંહ જયસિંહ, કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ, અરજણભાઈ મેસુરભાઈ, દિનેશભાઈ કાનાભાઈ, પો.કોન્સ. પીયુષભાઈ કાનાભાઈ, કરણસિંહ બાબુભાઈ, રાજદિપસિંહ હમીરભાઈ, મહેશભાઈ ગીનાભાઈ, રાજેશભાઈ જોધાભાઈ, સુભાષભાઈ માંડાભાઈ, મનુભાઈ જેઠાભાઈ, અને મહિલા કોન્સ્ટેબલ કંચનબેન દેવાભાઈ વગેરે પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન મળી આવેલી ચોક્કસ બાતમીના આધારે સુપાસી ગામ ચોકડી પાસેના સર્વિસ રોડ નજીક જાહેરમાં રમાતો જુગાર પકડી પાડવામાં આવ્યો હતો.પો.હેડ કોન્સ. કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ, પો.કોન્સ. પીયુષભાઈ કાનાભાઈ અને કરણસિંહ બાબુભાઈની ટીમે સ્થળ પર દરોડો પાડેલ જેમા સ્થળ ઉપર થી જુગાર રમતા અરવિંદભાઈ શામજીભાઈ સોલંકી (ઉ.વ. 35),વિજયભાઈ ધનજીભાઈ સોલંકી (ઉ.વ. 28),ગોપાલભાઈ ધનજીભાઈ સોલંકી (ઉ.વ. 20) અને કુલ મુદામાલ મૂલ્ય: ₹12,260/- જુગાર સાહિત્ય કબ્જે કર્યું હતું. આ ગુનાહિત પ્રવૃત્તિ માટે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની આગળની તપાસ પો.હેડ કોન્સ. કે.કે. સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે.
આ પ્રકારની કામગીરીથી પોલીસ તંત્રે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જાહેરમાં કે ખાનગી રીતે ચાલતી કોઈપણ પ્રકારની જુગાર પ્રવૃત્તિ સામે કડક કાયદેસર પગલાં લેવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ